ખાતરના ભાવના કારણે સરકારે મૌન તોડ્યું,કંપનીઓને પોષાતું નથી – રાજ્ય કૃષિમંત્રી

ગુજરાત સહિત આખા દેશ પર કોરોના વાયરસનું સંકટ છે અને આવા સંકટમાં ગરીબ તથા મધ્યમ વર્ગને જોરદાર ફટકો પડ્યો છે એવામાં રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખાતરના ભાવવધારાનો બમણો માર પડી રહ્યો છે.

ચૂંટણી બાદ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. ભાવ વધારા બાબતે થયેલ વિરોધને લઇને રાજ્ય સરકારે મૌન ધારણ કરી લીધું હતું. ચારે તરફથી વિરોધ ઉઠતા રાજ્ય સરકારે મોન ખોલ્યું છે. કેબીનેટ કૃષિ  મંત્રીએ ખેડૂતોનો બચાવ કરવાના બદલે કંપનીઓ તરફી વાણી ઉચ્ચારતા આશ્ચર્ય સર્જાયું છે. ખાતર ઉત્પાદનમાં લાગત વધી જતા કંપનીઓને ભાવ વધારો કરવો પડ્યો હોવાનું રાજ્ય સરકારે અંતે જાહેર કર્યું છે.

આરસી ફળદુએ પોતાના જૂના નિવેદન પર પણ સ્પષ્ટતા આપી, તેમણે કહ્યું કે મને યાદ છે કે મેં જ્યારે નિવેદન કર્યું હતું ત્યારે બિલકુલ સ્પષ્ટ નિવેદન કર્યું હતું, મારા શબ્દો શોધી લેજો. મેં કહ્યું હતું કે આજના તબક્કે કંપનીઓ ભાવવધારા કરવાના નથી પરંતુ ભાવ હવે તેમને પોશાતો નથી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.