ખેડાના સ્વામિનારાયણના સાધુ મોટા કૌભાંડમાં ફસાયા, પ્રસાદના બોક્સમાંથી મળી આવી એવી વસ્તુ કે…

ખેડાના અંબાવ ગામે નવા બંધાઇ રહેલા સ્વામિનારાયણ મંદિર પરિસરના રૂમમાં નકલી નોટ છાપવાનું કૌભાંડ પકડી પાડી મુખ્ય સૂત્રધાર રાધારમણ સ્વામી, કામરેજના પિતા-પુત્ર, અંકલેશ્વરના યુવક સહિત પાંચની ક્રાઈમ બ્રાંચ ધરપકડ કરી હતી.

રૂ. ૨ હજારની અસલી ચલણી નોટ સ્કેન કરી નકલી નોટની પ્રિન્ટ કાઢવામાં આવી હતી. આ રીતે ૨ હજારની ૫,૦૧૩ નકલી નોટ છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે રૂ. ૧ કરોડ ૨૬ લાખની કિંમતની ફેક કરન્સી કબજે લીધી હતી.

શનિવારે રાત્રે કામરેજથી ગઢપુર ટાઉનશિપ તરફ જવાના રોડ પર લેક વિલેજ ફાર્મ પાસેથી પ્રતીક દિલીપભાઇ ચોડવડિયા (ઉં.વ. ૧૯, રહે. સહજાનંદ સોસાયટી, કોસમાડા ગામ, કામરેજ- મૂળ ગાધકડા, સાવરકુંડલા, અમરેલી)ને રૂપિયા ૨ હજારના દરની રૂ. ૪.૦૬ લાખની કિંમતની ૨૦૩ નકલી નોટ મળી આવી હતી.

પોલીસે તેની પાસેથી મોબાઇલ અને ૫ લાખની સ્કોડા કાર કબજે લીધી હતી. ક્રાઇમ બ્રાંચે સરથાણા શ્યામધામ મંદિર રોડ પરથી પ્રવીણ જેરામભાઇ ચોપડા, પ્રવીણનો પુત્ર કાળુ (બંને રહે. આનંદ વાટિકા-૨ સોસાયટી, કામરેજ), મોહન માધવ વાધુરડે (રહે. ક્રિષ્ણાપાર્ક સોસાયટી, માંડવા રોડ, અંદાડા, અંકલેશ્વર)ને નકલી નોટો સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

વધુમાં આ રેકેટમાં માસ્ટર માઇન્ડ તરીકે ખેડાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું નામ ખૂલ્યું હતં. પોલીસે આશ્રમ પરિસરના રૂમમાંથી ૨ હજારના દરની ૫૦ લાખની કિંમતની ૨૫૦૦ નકલી નોટો તથા મશીન કબજે લીધું હતં. મંદિરના આ રૂમમાં નકલી નોટ છાપવામાં આવતી હતી. અહીં અસલી નોટ મશીનમાં સ્કેન કરી કલર પ્રિન્ટ કાઢવામાં આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.