કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમા પર 2 મહિનાથી વધારે સમયથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનની આગ હવે ભારત સિવાય અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર સ્થાનિક એજન્સીઓનું માનવું છે કે આ હુમલો શીખ સમુદાય અને ભારત સરકારના સમર્થકો વચ્ચે વિવાદાસ્પદ નવા કૃષિ કાયદાના વિરોધમાં વધતા સ્ટ્રેસનું પરિણામ છે.
અજ્ઞાત લોકોના એક સમૂહ ડંડા અને હથોડાની મદદથી કારને નુકસાન કરી રહ્યા છે જ્યારે કારમાં એક શીખ પુરુષ પણ બેઠેલો છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે પીડિતને કોઈ ખાસ ઈજા થઈ નથી પણ તેની કાર ખૂબ જ ક્ષતિગ્રસ્ત થઈ છે. આ ઘટના સિડનીના વેસ્ટમાં હેરિસ પાર્કમાં ગયા અઠવાડિયે બની હતી.
સિડનીના પશ્ચિમ ક્ષેત્રમાં અનેક રેસ્ટોરન્ટ અને મંદિરના લોકોએ દાવો કર્યોકે તે આ રાજનીતિ તણાવમાં ફસાયા છે. સ્થાનિક અધિકારીઓએ બંને સમૂહની વચ્ચે શાંતિ લાવવા અને મધ્યસ્થતા કરાવવા માટે ભારતીય સમુદાયના નેતાનો સંપર્ક કર્યો છે.
ભારતીય મૂળના એક સ્થાનિક નાગરિકે કહ્યું છે કે અમે બધા ઈચ્છીએ છીએ કે આ મુદ્દાનો શાંતિથી ઉકેલ આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.