- ખેડૂત આંદોલન પર ચૌટાલાનું મોટુ નિવેદન
- ભાજપની સરકાર પડી જશે
સર છોટુરામ જયંતિ પર ઓપી ચૌટાલાએ કહ્યું કે ખેડૂત આંદોલનના કારણે દેશમાં જે માહોલ બન્યો છે તેના કારણે સરકાર બદલવા 5 વર્ષની રાહ નહી જોવી પડે.
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનલો સુપ્રિમો ઓપી ચૌટાલા મંગળવારે જીંદ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેમણે કેન્દ્ર અને હરિયાણાની સરકાર પર નિશાન સાધ્યુ હતુ.
ચૌટાલાએ કહ્યું કે દીનબંધુ સર છોટુરામની જયંતિ પર ખેડીતોને સંબોધિત કરવુ તે મારુ સૌભાગ્ય છે. સર છોટુરામ, ચૌધરી દેવીલાલ તેમજ ચરણસિંહના નક્શે કદમ પર ચાલો. તેણે કહ્યું કે અમારુ કોઇ વ્યક્તિગત, રાજનૈતિક તેમજ આર્થિક સ્વાર્થ નથી અને સંઘર્ષ તો આપણા લોહીમાં છે.
જનતાના નિર્ણય અને ઇચ્છા અનુસાર સરકાર બનશે. સરકાર બનાવવાનો નિર્ણય એવો હોવો જોઇએ કે ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.
કારણકે જ્યારે અંગ્રેજો વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવ્યુ ત્યારે 100 વર્ષથી પણ વધારે ચાલ્યુ હતુ પરંતુ તેના સુખદ પરિણામ આવ્યા હતા.
જે લોકો જાત પાતનું ઝેર ફેલાવતા હતા તે લોકોને આંદોલનના માધ્યમથી તમાચો મારી દેવામાં આવ્યો છે. ખેડૂત જાત પાત અને ધર્મની દિવાલો તોડીને સરકારના સુપડા સાફ કરવાનો નિર્ણય લઇ રહ્યાં છે. સત્તા પરિવર્તન જરૂરી છે અને આ સમયે જે દેશનો માહોલ છે તે હિસાબે સરકારને પલટવા માટે 5 વર્ષની જરૂર નહી પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.