સરકારના એક અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પંજાબ અને હરિયાણામાં લગભગ 6 મહિનાથી 50 ટોલ પ્લાઝા બંધ છે.
પાણીપત ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનનો હિસ્સો બનેલા સતનામ સિંહ કહે છે કે અમે લોકોને નુકસાન કરતા નથી, લોકો ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓના રૂપિયા બચે છે અને તેઓ અમારો આભાર માને છે. જ્યારે ઇંધણ 100 રૂપિયાથી પણ વધી ચૂક્યું છે ત્યારે સમાજની કોઈ ફરિયાદ નથી.
પંજાબ અને હરિયાણા સરકારે ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાની કેન્દ્રની અપીલ પર કાયમી રહેવાનું ચૂક્યા છે. રાજ્યોનો તર્ક છ કે આ માટે કોઈ જબરદસ્તીથી લેવાયેલો નિર્ણય વ્યવસ્થા બગાડી શકે છે
ગયા માર્ચ મહિનામાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે 16 માર્ચ સુધી પંજાબમાં 427 કરોડ અને હરિયાણામાં 326 કરોડનું નુકસાન થયું હતું. 2 જુલાઈએ નેશનલ હાઈવે ઓથોરિટીએ કહ્યું છે કે ટોલ પ્લાઝા ઓપરેટર પોતાના નુકસાન માટે ક્લેમ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.