કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે રેલના પાટા પર ધરણાં કરી રહેલા ખેડૂતોના એક સમૂહે 169 દિવસ બાદ ગુરુવારે આંદોલન સમાપ્ત કરી લીધું છે.
ખેડૂતો દ્વારા ચૂંટણીના રાજ્યોમાં જઈને મહાપંચાયત કરવાનો નિર્ણય કરવામાંઆ આવ્યો છે તથા 26મી માર્ચે ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. જોકે હવે અમૃતસરમાં રેલના પાટા પરથી ખેડૂતો દ્વારા પીછેહટ કરવામાં આવી છે.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સવિન્દર સિંહે કહ્યું કે તેમણે બધા જ પ્રદર્શનકારીઓની બેઠકમાં અમૃતસર-દિલ્હી માર્ગ પર દેવીદાસપૂરામાં રેલ જામને ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જંડીયાલા સ્ટેશનની પાસે દેવીદાસપૂરા આવેલું છે જે અમૃતસર રેલવે સ્ટેશનથી 25 કિમી દૂર છે. સવિન્દર સિંહે કહ્યું કે ખેડૂતો માત્ર પેસેન્જર ટ્રેનને રોકી રહ્યા હતા પણ કેન્દ્ર સરકારે તો માલગાડી પણ બંધ કરી દીધી હતી જેના લીધે બધાને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું.
આ અવસર પર ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા 2 3 દિવસથી એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે વિવિધ સ્થળો પર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.