પ્રાણ ગુમાવનારા ખેડુતોને 20 ડિસેમ્બરે ગામો અને જિલ્લાઓમાં શ્રધ્ધાંજલી આપવામાં આવશે
350 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સફળ રહ્યું, ખેડુતોએ 150 ટોલ પ્લાઝાને મુક્ત કરાવ્યા છે
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુત નેતાઓએ સરકારને નિશાન બનાવતા કહ્યું કે કૃષિ સુધારણા સાથે સંકળાયેલા મોટા પગલા અંગે સરકારે ખેડુતો સાથે ચર્ચા કર્યા વિના જ કાયદો બનાલી દીધો, ખેડુત નેતા રાકેશ ટિકૈતે સોમવારે કહ્યું કે ખેડુતો પીછેહઠ નહી કરે.
અમે કાલે અમારી રણનિતી તૈયાર કરી છું, આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રાલયે પંજાબ સરકારને લખેલા એક પત્રમાં કહ્યું કે રાજ્યમાં ટોલ પ્લાઝા બંધ કરવાથી દરરોજ 3 હજાર કરોડની મહેસુલી આવકનું નુકસાન થઇ રહ્યું છે.
ખેડુતોનું કહેવું છે કે આ વિરોધ પ્રદર્શનો દરમિયાન લગભગ 20 ખેડુતોનાં મોત થઇ ચુક્યા છે. આ ખેડુત નેતાઓ મૃતકોને શહિદ કહી રહ્યા છે, તથા દરરોજ એક ખેડુતનું મોત થઇ રહ્યું છે, આઁદોલન દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનારા ખેડુતોને આ લોકો 20 ડિસેમ્બરે ગામો અને જિલ્લાઓમાં શ્રધ્ધાંજલી આપશે.
ખેડુત નેતા ઇન્દ્રજીતે કહ્યું કે લડાઇ એવા તબક્કામાં પહોચી ગઇ છે, જ્યાં અમે જીતવા માટે પ્રતિબધ્ધ છિએ, સિંધુ બોર્ડર પર યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડુત નેતાઓએ કહ્યું અમે ચર્ચા દરમિયાન ભીખ નથી માંગતા, પરંતું અમારી માંગણીઓ પર ધ્યાન આપવા અને નક્કર પ્રસ્તાવ સાથે આવવું પડશે.
ખેડુત નેતા જગજીત ઇલ્લેવાલનું રહેવું છે કે સરકાર કહી રહી છે કે સરકાર આ કાયદાઓને નાબુદ નહી કરે, અમે કહી રહ્યા છિએ કે અમે તમને આવું કરવા માટે મજબુર કરીશું, સોમવારે દેશનાં 350 જિલ્લાઓમાં અમારૂ પ્રદર્શન સફળ રહ્યું, ખેડુતોએ 150 ટોલ પ્લાઝાને મુક્ત કરાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.