ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હીમાંથી પાંચ આતંકવાદી ઝડપાયા, બે ખાલિસ્તાની અને ત્રણ ઇસ્લામી

– બધાંની આકરી પૂછપરછ ચાલુ હતી

પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે શકરપુરા વિસ્તારમાં દરોડો પાડીને પાંચ આતંકવાદીને ઝડપી લીધઆ હતા. આ પાંચમાંના બે પંજાબના ખાલિસ્તાની જૂથના અને ત્રણ જમ્મુ  કશ્મીરના ઇસ્લામી જૂથના હોવાનું પોલીસે મિડિયાને આપેલી માહિતીમાં કહ્યું હતું.

પંજાબી આતંકવાદીઓ તરનતારન શૌર્ય ચક્ર વિજેતા લશ્કરી અધિકારી બલવિન્દર સિંઘ સંધુની હત્યામાં સંડોવાયેલા હતા. પંજાબના ખાલિસ્તાની આતંકવાદ સામે સંધુએ જીવસટોસટનો જંગ ખેલ્યો હતો.

થોડા સમય પહેલાં તરનતારનમાં સંધુની હત્યા કરાઇ હતી. પોલીસ એ બાબતમાં પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી હતી આ બંનેની ઓળખ સુખબીર સિંઘ અને ગુરજિત સિંઘ તરીકે અપાઇ હતી. બંને પંજાબના ગુરદાસપુરના રહેવાસી છે.

જમ્મુ કશ્મીરના પકડાયેલા આતંકવાદીઓ ડ્રગ અને હથિયારોની ની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા હોવાનું પેાલીસ માને છે. તેમની ઓળખ અયુબ ખાન, શબ્બીર અને રિયાઝ તરીકે અપાઇ હતી. આ બધાની પૂછપરછ કરાઇ રહી હતી. આ ત્રણે કશ્મીરી પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના માર્ગદર્શન તળે કામ કરી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.