કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે દુ:ખદ સમાચાર આવી રહ્યા છે જેમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે.
આપઘાત કરનાર ખેડૂત ઠડોય સમય પહેલા જ આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂતોના સાથીદારોએ કહ્યું કે તે ગઇકાલે ખૂબ જ નિરાશ હતા. મોડી રાતે આ ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
વહેલી સવારમાં એક ખેડૂત ફાંસીમાં લટકતી હાલતમાં પ્રાપ્ત થયા ત્યાં બીજા એક ખેડૂતનું પણ મોત થયું છે. ખેડૂતો નેતાઓનું કહેવું છે તે ખેડૂતનું મોત હાર્ટ અટેકના કારણે થયું છે.
આપઘાત કરનાર ખેડૂતો જિંદના સિંહવાલાના રહેવાસી હતા અને ઉંમર 50 વર્ષની હતી. તેમણે બસસ્ટેન્ડ પાસે એક ઝાડ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. અને વહેલી સવારે ખેડૂતોને તેમનું શબ પ્રાપ્ત થયું. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ.
કોઇ અંદાજો નથી કે કાળો કાયદો ક્યારે રદ થશે”
સુસાઇડ નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે કાયદા રદ ન થાય ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. નોંધનીય છે કે આ સમાચાર મળતા જ પોલસી તરત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પરિવારજનોએ સૂચના આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.