લખનઉ: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ સામેની લડાઈમાં હવે સામાન્ય પ્રજાની મદદ પણ સામે આવવા લાગી છે. ઉત્તરપ્રદેશના ભદોહીમાં એક એવું જ ઉદાહરણ સામે આવ્યું છે જે આખા દેશ માટે મિસાલ છે. ભદોહીમાં એક બુઝુર્ગનું નિધન થયા બાદ તેના દીકરાએ તેરમું કરવાનું ટાળી દીધું. બુઝુર્ગના ખેડૂત દીકરાએ તેરમા માટે એકઠા કરેલા એક લાખ રૂપિયા મુખ્યમંત્રી કોવિડ રિલીફ ફંડમાં દાન કરી દીધા. તેમણે જિલ્લા અધિકારીને બોલાવીને ચેક આપ્યો. દીકરાના આ કામના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.
મામલો ઉત્તર પ્રદેશના ભદોહીનો છે. જનપદ કઠૌતા ગામના નિવાસી રમેશ ચંદ્રના પિતા રામકૃષ્ણ મિશ્રનું નિધન થઈ ગયું હતું. પિતાના મૃત્યું બાદ દીકરાએ પરિવાર સાથે બેસીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે તેરમું ન કરવાનો નિર્ણય લીધો. તેમણે તેરમાથી વધારે જરૂરી લોકોની મદદ કરવાનું સમજ્યું. જેથી તેણે તેરમા માટે ભેગા કરેલા પૈસા દાન કરવાનો નિર્ણય લીધો.
ડીએમ અને એસપીને આપ્યો ચેક
ખેડૂતે આ મામલે ડીએમને ફોન કરીને માહિતી આપી. જેને લઈને ડીએમ અને એસપી પોતે ખેડૂતના ઘરે પહોંચ્યા અને તેની પાસેથી ચેક લીધો. ડીએમ રાજેન્દ્ર પ્રસાદ અને એસપી રામ બદન સિંહ દ્વારા ખેડૂતના નિર્ણયના વખાણ કરવામાં આવ્યા. ડીએમએ કહ્યું કે ખેડૂતો એક મિસાલ કાયમ કરી છે. સંકટના આ સમયમાં સૌએ આગળ આવીને એકબીજાની મદદ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.