દિલ્હી-હરિયાણા બોર્ડર પર ધરણામાં સામેલ બાબા રામ સિંહે બુધવારે પોતાને ગોળા મારી દીધી છે. ગોળી વાગ્યા બાદ તેમનું મોત થયું છે. તેમને ઘાયલ અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં. બાબા રામ સિંહ કરનાલના રહેવાસી હતા અને તેમની એક સુઈસાઈડ નોટ પણ સામે આવી છે જેમાં તેમણે ખેડુતોના આંદોલનનો ઉલ્લેખ કરતા તેમના હક માટે આવાજ બુલંદ કરી છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા કુંડલી બોર્ડર પર કેન્દ્રના ત્રણ કનુનો સામે ચાલી રહેલાં ખેડુતોના આંદોલનમાં મંગળવારે એક ખેડુતનું એટેકથી મોત થયું હતું. પંજાબના મોગા જિલ્લાના ગામ ભિંડર કલાના નિવાસી મક્ખન ખાન પોતાના સાથી બલકાર અને અન્યો સાથે ત્રણ દિવસ પહેલાં જ કુંડલી બોર્ડર પર ખેડુતોના આંદોલનમાં સામેલ થવા આવ્યા હતા.
ખેડુત નેતાઓનું કહેવું છે કે, લગભગ દરરોજ એક ખેડુતનું મોત થાય છે. કોરોના કાળમાં ઠંડીમાં ખુલ્લામાં આ પ્રકારનું પ્રદર્શન ઘણું પડકારજનક હોય છએ. જોકે ખેડુતો મક્કમ છે. તેઓ 6 મહિના સુધી અહીં ટકી રહેવાની તૈયારી સાથે આવ્યા છે. આંદોલનમાં સામેલ અત્યાર સુધી 11થી વધારે ખેડુતોના મોત થઈ ચુક્યાં છે.
ઉલ્લેખનિય છે કે, ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી માટે એક કમિટી રચવાનો આદેશ કર્યો છે ત્યારે આ મુદ્દે આંદોલનકારી ખેડૂતોએ તેમની પ્રતિક્રિયા આપી. ખેડૂતોએ ફરી એક વખત જણાવ્યું કે, સરકારે ખેડૂતો માટેના ત્રણેય અન્યાયકારી કાયદાઓ રદ્દ કરવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.