પીએમ મોદી કચ્છમાં રીન્યુએબલ એનર્જી પાર્કનુ ઉદઘાટન કરવા માટે પહોંચી ગયા છે.સાથે સાથે તેઓ અંજારમાં ડેરીના નવા ઓટોમેટિક પ્લાન્ટ અને માંડવીમાં ખારા પાણીને મીઠુ પાણી બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટનુ ઉદઘાટન પણ કરી રહ્યા છે.
આ પ્રસંગે તેમણે સરકારના કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, દિલ્હીમાં ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યુ છે.ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.તેમની જમીન છીનવાઈ જશે તેવો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.
તેમણે ક્ચ્છના ભરપૂર વખાણ કરતા કહ્યુ હતુ કે, આજે કચ્છ ટુરિઝમ હબ તરીકે આગળ આવી રહ્યુ છે.મોટી આપત્તિઓ પણ અહીંના લોકોના મનોબળને તોડી શકી નથી.આજે કચ્છની ઓળખ બદલાઈ ચુકી છે.કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રો પૈકીનુ એક છે.અહીંયા કનેક્ટિવિટી પણ બહેતર થઈ રહી છે.નવી યોજનાઓ કચ્છની વિકાસ યાત્રામાં નવો ઈતિહાસ લખશે.જેનો લાભ અહીંના આદિવાસીઓ, ખેડૂતો, પશુપાલકો અને લોકોને મળવાનો છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કચ્છમાં હવે નર્મદાનુ પાણી પહોંચી રહ્યુ છે.કચ્છ સોલર પ્રોજેકટથી એક લાખ લોકોને રોજગાર મળશે.કચ્છે નિરાશાને આશામાં ફેરવવાનુ કામ કર્યુ છે.આ પાર્ક 7200 હેકટરમાં ફેલાયો છે અને તેમાં પવન અને સોલર એનર્જીથી વીજળી પેદા કરવામાં આવશે.ગુજરાતમાં ખેડૂતો અને માછીમારોની જીંદગી બદલાઈ છે.ડેરીએ પશુ પાલકોની જીંદગી બહેતર કરી છે.દુધ આધારિત ઉદ્યોગોનો ગુજરાતમાં વિકાસ થયો છે.
ઉલ્લેખનીય છે કે, માંડવી ખાતેનો ડિસેલિનેશન પ્લાન્ટ પ્રતિ દિવસ દરિયાના 10 કરોડ લીટર પાણીને મીઠા પાણીમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે.જેનો લાભ આઠ લાખ લોકોને મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.