ઘઉંની કમાણીમાંથી ખેડૂત થઇ જશે લખપતિ, વઘુ આવક માટે લગાવ્યું ભેજું

મહેસાણા જિલ્લાનાં ખેડૂત યશવંતભાઇ ચૌધરી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. 18 વિઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે. એક વિઘે 50 મણ ઘઉંનું ઉત્પાદન થઇ રહ્યું છે. તેમજ ત્રણ જાતનાં ઘઉંનું વાવેતર કર્યું છે. આ વર્ષે 4.50 લાખ રૂપિયાનાં ઘઉં થવાની આશા છે.

મહેસાણા: મહેસાણા જિલ્લાનાં ગઢા ગામમાં રહેતાં 38 વર્ષનાં યુવા ખેડૂત યશવંતભાઈ ચૌધરી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 22 વિઘા જમીનમાં ખેતી કરે છે અને પોતાની આવડતથી માત્ર ઘઉંના વાવેતરમાંથી અઢી થી 3 લાખ રૂપિયા જેટલો નફો મેળવે છે. આ સિવાય યુટ્યુબના માધ્યમથી ખેડૂતોને ખેતી વિશે માહિતી પણ પૂરી પાડે છે. પરંપરાગત ખેતીને બદલે નવીન ખેતી હવે ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થઈ છે. ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા અખતરાઓ કરી સારી કમાણી રહ્યા છે.

યશવંતભાઈએ ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે, આ વર્ષે 18 વિઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે. જેમાં ત્રણજાતના ઘઉંનું વાવેતર કર્યું છે. નવેમ્બરમાં 496 અને 451 જાતનું વાવેતર કર્યું હતું અને ડિસેમ્બર 173 જાતનું વાવેતર કર્યું છે. 18 વિઘામાં વાવેતર કર્યું છે. એક વિઘામાંથી 50 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે.

યશવંતભાઈએ જણાવ્યું હતુ કે, એક વીઘામાંથી 50 મણનું ઉત્પાદન લે છે. માર્કેટ યાર્ડમાં 500 થી 600 રૂપિયાના સરેરાશ ભાવે વેચે છે એટલે કે 900 મણ ઉત્પાદન 18 વિઘાના વાવેતરમાંથી મેળવે છે. જેમાં એક વિઘામાં 12,000 જેટલો ખર્ચ થાય છે. તેની સામે 30,000 રૂપિયાની આવક મેળવે છે. કુલ 18 વિઘામાં આ વર્ષે 4,50,000 જેટલી કુલ કિંમતના ઘઉંના વેચાણની આશા સેવી છે.

ઘઉંનું વેચાણ પ્રાકૃતિક ખેતીના ભાવ પ્રમાણે પણ કરે છે.ગયા વર્ષે 900 રૂપિયા પ્રતિ મણના ભાવે 100 મણ જેટલા ઘઉંનું વેચાણ કર્યું હતું. ઘઉંના ભુસાનું પણ વેચાણ કરે છે. જેમાંથી વિઘે 5000 રૂપિયાની આવક થાય છે. યુટયુબમાં શ્રી વેરાઈ પ્રાકૃતિક ફાર્મનાં નામે ચેનલ ચલાવી ખેતીના વિષયક અને ખેડૂતોને ઉપયોગી વીડિયો પણ મૂકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.