ખેડૂતો પર મહેરબાન મોદી સરકાર! મળશે 15 લાખ રૂપિયાની આર્થિક સહાય

મોદી સરકાર ખેડૂતો અને કૃષિને આગળ વધારવા માટે તેના ગ્રુપને 15-15 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. તેના માટે તેમણે ફક્ત એક કંપની બનાવવાની છે એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવાનું છે. સરકારે 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનને મંજૂરી આપી દીધી છે. આગામી 5 વર્ષમાં તેના પર 4,496 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનું રજીસ્ટ્રેશન કંપની એક્ટમાં જ થશે. તેથી તેમાં તમામ ફાયદા મળશે જે એક કંપનીને મળે છે. આ સંગઠન કોપરેટિવ પોલિટિક્સથી બિલકુલ અલગ હશે. એટલે કે આ કંપનીઓ પર કોપરેટિવ એક્ટ નહી લાગુ થાય.

એફપીઓ લઘુ તથા સીમાંત ખેડૂતોનો એક સમૂહ હશે. જેની સાથે જોડાયેલા ખેડૂતોને પોતાના પાક માટે બજાર મળશે અને સાથે જ ખાતર, બીજ, દવાઓ અને કૃષિ ઉપકરણ વગેરે ખરીદવા સરળ બનશે. સેવાઓ સસ્તી મળશે અને વચેટિયાઓથી મુક્તિ મળશે.

જો એકલો ખેડૂત પોતાનો પાક વેચવા જાય, તો તેનો નફો વચેટિયાઓને મળે છે. એફપીઓ સિસ્ટમમાં ખેડૂતોને તેના પાકના ભાવ સારા મળે છે કારણ કે બાર્ગેનિંગ કલેક્ટિવ થશે. કેન્દ્રીય કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અનુસાર આ 10 હજાર નવા એફપીઓ 2019-20થી લઇને 2023-24 સુધી બનાવવામા આવશે. તેનાથી ખેડૂતોની સામૂહિક શક્તિ વધશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.