કેટલીક શક્તિઓ દ્વારા ખેડૂતોને જે રીતે ગુમરાહ કરીને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરવા માટે ઉકસાવાઈ રહ્યા છે તે દેશ હિતમાં નથી તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનુ કહેવુ છે.
એક ઈન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યુ હતુ કે, આ પ્રકારનુ રાજકારણ દેશ માટે બહુ ખરાબ છે, સરકાર વાતચીત માટે તૈયાર છે અને અમે તેમની વાસ્તવિક માંગણીઓ સ્વીકારવા માટે તૈયાર છે ત્યારે ખેડૂતોએ આગળ આવીને વાતચીત કરવાની જરુર છે.કારણકે જ્યાં સુધી બે પક્ષો વચ્ચે સંવાદ નહીં થાય ત્યાં સુધી સમસ્યા યથાવત રહેશે.
તેમણે કહ્યુ હતુ કે, મને ખબર નથી પડતી કે નક્સવાદીઓનુ સમર્થન કરનારા તત્વોને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી તો તેમની તસવીરો ખેડૂત આંદોલનમાં કેમ દેખાઈ રહી છે.ખેડૂતોએ આવા તત્વનો નિષ્ફળ બનાવવા જોઈએ અને સરકાર સાથે ત્રણે કૃષિ કાયદા પર વાત કરવી જોઈએ.ખેડૂત સંગઠનોએ સમજવાની જરુર છે કે, કેટલાક તત્વો તેમને ભ્રમિત કરી રહ્યા છે.જે લોકો માત્ર મંડીમાં સામાન વેચવાની વાત કરી રહયા છે તેઓ ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે.કૃષિ કાયદા કોર્પોરેટને ફાયદો કરવવા માટે નથી.
ગડકરીએ કહ્યુ હતુ કે, આ કાયદા માત્ર ખેડૂતોના ફાયદા માટે છે.બહુ વિચારીને કાયદા બનાવાયા છે.આ મામલા પર બીજા દેશોમાંથી આવી રહેલા નિવેદનો ચિંતા જનક છે.કારણકે ભારતે ક્યારેય બીજા કોઈ દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.