ખેડૂત સંગઠનનુ માનવું એવું છે: મોદી સરકાર આંદોલનનો અંત લાવવા, અને સમય પસાર કરાવવા માટે કરે છે ,આ બધાં નાટક

શુક્રવારની બેઠકમાં મોદી સરકાર વતી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મોદી સરકાર અને ખેડૂત સંગઠનો સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટને નિર્ણય લેવા માટે રજૂઆત કરે એવો ઠરાવ કરવા સંગઠનોને વિનંતી કરી.

ખેડૂત આગેવાનોએ આ દરખાસ્તને ફગાવીને સ્પષ્ટ કરી દીધું કે, અમે કોઈ કોર્ટમાં જવાના નથી કે કોઈ પણ કોર્ટ દખલ કરે એવી દરખાસ્ત સ્વીકારવાના નથી.

ખેડૂત સંગઠનો માને છે કે, મોદી સરકાર આંદોલનનો અંત લાવવા અને સમય પસાર કરાવવા માટે આ બધાં નાટક કરે છે. મોદી સરકાર કાયદાનો અમલ મોકૂફ રાખે પછી ખેડૂતો આ મુદ્દે વિચારશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.