ખેડૂત સંગઠનોએ,બંગાળમાં આવવાનું, કરી દીધું છે એલાન

ખેડૂતો આંદોલનના નેતા હવે દેશના જુદા જુદા રાજ્યોમાં જઈને સભાઑ કરી રહ્યા છે ત્યારે હવે જે એલાન કરવામાં આવ્યું છે તેનાથી ભાજપને જોરદાર ઝટકો લાગશે.

પશ્ચિમ બંગાળમાં લોકો કૃષિ પર નિર્ભર છે અને અમે ત્યાં જઈશું અને ખેડૂતોને અપીલ કરીશું કે જે તેમની આજીવિકાને છીનવી રહ્યા છે તેમને વોટ ન આપે.

હરિયાણામાં બીકેયૂ નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે પંચાયતથી સંસદ સુધી એવા એક પણ વ્યક્તિને વોટ ન આપે જે આંદોલનનું સમર્થન નથી કરતાં.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે અમે આખા દેશમાં જઈશું અને બંગાળમાં પણ જઈશું. ત્યાંનાં ખેડૂતો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.