ખેડૂતોએ સરકારના વાતચીતના પ્રસ્તાવને ફગાવ્યો, કહ્યું – સરકાર આગ સાથે ના રમે

– અમારી માંગ કૃષિ બિલને રદ્દ કરવાની છે, પરંતુ સરકાર સંશધન સિવાય કોઇ વાત કરતી નથી : ખેડૂતો

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર આવીને બેઠા છે. સરકારે લાગુ કરેલા નવા કૃષિ બિલના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યું છે. ત્યારે ખેડૂતો અને સરકાર વચ્ચે અનેક મંત્રણાઓ છતા કોઇ સામાધાન મળતું નથી. ત્યારે સરકારે ફરી એક વખત ખેડૂતોને વાતચીચત માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરતું ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

બુધવારે સંયુક્ત કિસાન મોર્ચાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સરકાર આંદોલનને હળવાશમાં ના લે. સરકાર આગ સાથે રમવાની ભૂલ ના કરે. સરકાર દ્વારા વાતચીત માટેનો જે પ્રસ્તાવ આવ્યો છે તેને અમે ફગાવીએ છીએ. આ પ્રસ્તાવ ઉપર વાતચીત શક્ય નથી. સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતે કહ્યું કે વર્તમાન સમયે સરકાર સાથે વાતચીત કરવાની કોઇ ઇચ્છા નથી. તેમણે સરકારને ફરીથી ઠોસ પ્રસ્તાવ મોકલવાનું કહ્યું છે.

કેન્દ્ર સરકારની ચિઠ્ઠીનો લેખિતમાં જવાબ આપતા સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે આ ચિઠ્ઠી બદનામ કરવાનો એક પ્રયાસ છે. સરકારે વાતચીત માટે ષડયંત્ર કર્યુ છે. સરકાર આંદોલન તોડવાના પ્રયાસો કરા રહી છે. સરકારનું આવું વલણ ખેડૂતોને આંદોલન વધારે પ્રબળ કરવા માટે મજબૂર કરે છે. તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ ત્રણે કૃષિ બિલને રદ્દ કરવાની છે, પરંતુ સરકાર સંશધન સિવાય કોઇ વાત કરતી નથી. અમારે સંશોધન નહીં પણ કૃષિ બિલને રદ્દ કરવું છે.

ખેડૂતો માત્ર અનાજ ઉત્પન્ન નથી કરતા પરંતુ તેમના દિકરાઓ સીમા પર દેશની રક્ષા પણ કરે છે. સરહદ પર રહેલા દિકરાઓનું પણ હવે મનોબળ તૂટી રહ્યું છે, કારણ કે તેમના માતા પિતા રસ્તા પર છે. અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે તે આગ સાથે ના રમે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.