હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ ટ્રેક્ટર લઈને કૂચ પણ કરી રહ્યા છે.
આ દરમિયાન આજે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એક બેઠકની તૈયારીના અહેવાલ છે.
ખેડૂત સંગઠનો સાથે આઠમા રાઉન્ડની વાતચીતના એક દિવસ પહેલાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર ગુરુવારે પંજાબસ્થિત નાનકસાર શીખ સંપ્રદાયના ધાર્મિક વડા બાબા લાખા સિંહને મળ્યા હતા.
વિરોધસ્થળોએ લંગરનું આયોજન કરી રહેલા બાબા લાખા સિંહે કહ્યું હતું કે તેઓ સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરવા ઇચ્છે છે,
આજે બેઠક થાય છે કે કેમ અને થાય છે તો તેમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.