ખેડૂત આંદોલનના વિરોધમાં, દેશભરના રાજ્યમોં ખેડૂતો દ્વારા,કરવામાં આવ્યું છે, મહાપંચાયતનું આયોજન

ખેડૂત આંદોલનના વિરોધમાં દેશભરના રાજ્યમોં ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

અલગ-અલગ રાજ્યમાં ખેડૂત મહાપંચાયત કરવાનું એલાન ત્યારે થયું જ્યારે હાલમાં જ ખેડૂત નેતાઓએ એકવાર ફરી 18 ફ્રેબુઆરીના રોજ રેલ રોકો અભિયાન અંગે જણાવ્યું હતું.

ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકાર તરફથી આંદોલનને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સંયુક્ત કિસાન મોરચાનો પ્રયત્ન છે કે હવે રાજ્યોમાં તબક્કાવાર કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેથી દરેક રાજ્યના લોકો આ આંદોલનમાં જોડાઇ શકે અને તેમની વાત પહોંચી શકે.

.

કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે પોતાની લડાઇને વધુ વેગ આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હીની સરહદ પર પહેલાંથી જ અંદાજે 80 દિવસથી આંદોલનકારીઓ રોડ પર બેઠા છે. ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ ગુરુવારના રોજ આ વાતનું એલાન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.