ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ કે કઠોળ ખેતરમાં જ બને છે એવું નથી, તે ઘરે બનાવી શકાય છે.
કુદરતી પૌષ્ટિક જીવંત આહાર છે. 15 દિવસમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તીમાં સુધારો થાય છે. થાક, પ્રદૂષણની અસર, નકામા એસિડ દૂર કરી ઉર્જા વધારે છે
કૃષિ વિજ્ઞાનીઓએ ફણગાવેલા અનાજ, કઠોળ, તેલિબીંયી, શાકભાજીના બી, ઘાંસના બીને પાણીમાં ભીંજવીને તેમાં ફણગા ફૂટે પછી તુરંત કાચા ખાવાથી શું ફાયદો થાય છે તેના અભ્યાસ કરેલા છે. આખા વિશ્વમાં આ સુપર ફૂડનો પવન ફૂંકાયો છે.
પ્રોટિનથી ભરપૂર બને છે. જે શરિરને મજબૂત કરે છે. રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. ફણગાવ્યા પછી 2થી 4 મિનિટ માટે તડકામાં રાખવાથી તેના પોષકતત્વો વધી જાય છે.
તમામ કઠોળ, અનાજ, તલ, રજકાના બી, મેથી, ગાજરના બી, મગફળી, સૂર્યમુખી, બ્રોકોલી, સરસવ, મૂળો, લસણ, સુવાદાણા, કોળા, બદામ, અનાજ, ઘઉંનાં જવ, રાઇ, જુવાર, બાજરી, લીંબુના બીને પલાળીને અંકૂર ફૂટે ત્યારે ખાઈ શકાય છે.
થીયામીન 2.8 ટકા વધે છે. રિબોફ્લેવીન 515 ટકા વધે છે. નીયાસીન 256 ટકા વધે છે. એસ્કોરેબીક એસિડ એટલેકે વીટામીન સી 600 ટકા વધે છે. અંકૂર જેટલા મોટા એટલા પોષક તત્વો વધારે હોય છે.
ફણગાવેલા અનાજનો ઉપયોગ બ્રેડ, ચિપ્સ, પાસ્તા અને પિઝા ક્રસ્ટ્સ જેવા ઉત્પાદનોમાં પણ થાય છે. 4થી 38 ગણા વધુ વિટામિન સી, 9થી 12 ટકા વધુ પ્રોટીન અને 20 ટકા પાચન શક્તિ સુધારે છે. ફાયટીક એસિડ સામગ્રીને 81% સુધી ઘટાડી શકે છે. લેક્ટિનના સ્તરમાં 85% ઘટાડો થયો છે. પ્રોટીઝ ઇન્હિબિટર્સમાં 76% ઘટાડો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.