ખેડૂતો ખુશખુશાલ:તીડનું નહી રહે હવે નામોનિશાન, GTUના વિદ્યાર્થીઓ આવ્યા ખેડૂતોની વ્હારે

રાજ્યમાં તીડનું ઝૂંડ તાંડવ કરી રહ્યું છે પાકિસ્તાન તરફથી આવેલા 50 કરોડના તીડના ઝૂંડે વિનાશ વેર્યો છે. ત્યારે ખેડૂતો પણ પોતાની રીતે આ તીડના ઝૂંડથી બચવા માટે પોતપોતાની રીતે અવનવા જુગાડ કરી રહ્યા છે. સરકાર પણ તેમને તીડ ભગાડવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે જણાવી રહી છે. ત્યારે તીડને વેરવિખેર કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો પણ આગળ આવ્યા હતા અને તેમણે પણ ખેડૂતોને પોતાના ખેતરથી તીડના ઝૂંડને દૂર રાખવાનો નુસખો જણાવ્યો હતો. હવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે.

રાજ્યના ચાર જિલ્લાઓ તીડ પ્રભાવિત છે. આ વિસ્તારમાં દિવસ રાત તીડ પાછળ ભાગતા ખેડૂતોના નિરાકરણ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. જીટીયુમાં ઈનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટરમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રોન તીડને શોધવામાં તેમને ઉડાડવામાં અને તેમનો સફાયો કરવામાં ઉપયોગી થઈ શકે તે માટે વિદ્યાર્થીઓ સરકારને રજૂઆત પણ કરશે.

જી હાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં તીડનો આતંક મચ્યો છે. અને થાળી વાડકા કે ઢોલ નગારા સાથે તીડ ઉડાડતા ખેડૂતો માટે જીટીયુના પાસ આઉટ વિદ્યાર્થીઓએ ડ્રોન તૈયાર કર્યા છે. આ ડ્રોનમાં લાગેલી સાયરનની મદદથી તીડ ખેતરોમાંથી ઉડી જશે. એટલુ જ નહિ ડ્રોનમાં લાગેલા થર્મલ કેમેરાની મદદથી ખેતરમાં કયાં વિસ્તારમાં તીડનું ઝૂંડ બેઠેલું છે તે જગ્યા પણ લોકેટ કરી શકાશે. તો વળી ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરીને તીડનો સફાયો પણ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.