અતીવૃષ્ટીના વરસાદથી પાકને થયેલા નુકશાન અંગે ખેડૂતો કેવી રીતે કરી શકશે અરજી,જાણો સમગ્ર વિગતે

રાજ્યમાં તા. 15-10-19 થી 20-11-19 સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયુ હતું. તે અંગે રાજ્ય સરકાર દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે તા.31-12-2019 સુધીમાં અરજી કરવાની રહેશે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 8-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બૂકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું “ના વાંધા” અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.