સુરત : દક્ષિણ ગુજરાતમાં (Daxin Gujarat) જે રીતે વરસાદી માવઠું (Unseasonal Rain) અને આગામી દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું (Storm) ત્રાટકવાનું છે તેના લીધે ઉભા પાક સાથે બાગાયતી (crop Failure) પાકો ને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ ખેતી ઉત્પાદન કરતો વિસ્તાર છે ત્યારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં 3 લાખ એકરમાં ખેતીને 300 કરોડ કરતાં વધુની નુકસાનીનો આંકડા સામે આવી રહ્યો છે, અને જો આ જ પ્રમાણે વરસાદ રહશે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવે તેવી સ્થિતિ છે.
છેલ્લા થોડા દિવસ થી જે રીતે સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે દ.ગુજરાતમાં અત્યારે ડાંગર અને કઠોળ સાથે શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં ડાંગરનો પાક લણણી કરવા પર હતો તો કેટલી જગ્યાએ પર પાક કટિંગ થઈને ખેતરમાં પડેલો છે, અને જે પાક કટિંગ કરવાનો હતો તે વરસાદ ને લઈને જમીન દોસ્ત થઇ જવા પામ્યો છે. જોકે. ડાંગર સાથે આદિવાસી વિસ્તારમાં થતાં કઠોળના પાકને પણ નુકસાની થઈ છે. તે ઉપરોકત્ત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાક પણ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકને પણ નુકશાન જોવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.