ખેડૂતો માટે રાહત, રાજ્ય સરકારે APMC એક્ટમાં કર્યો આ મોટો સુધારો

લોકડાઉનમાં ખેડૂતોને પોતાનો પાક વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારે આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોનાં હિતમાં એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વટહુકમ પાડીને APMC એક્ટમાં સુધારો કર્યો છે. હવે ખેડૂતો રાજ્યમાં કોઈપણ જગ્યાએ પોતાનો માલ વેચી શકશે. આ માટે માર્કેટ કમિટીના સેક્રેટરીની નિમણૂક રાજ્ય સરકાર કરશે. અને આ 6 લોકોની એક્ઝિક્યુટિવ કમિટી હશે. વિધાનસભા સત્ર બંધ હોવાથી સરકારે વટહૂકમ બહાર પાડ્યો હતો. સરકારના નવા નિર્ણયથી હરીફાઈ વધશે અને ખેડૂતનો વધુ ભાવ મળશે.

અગાઉ લોકડાઉનમાંથી ખેડૂતોને રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. પણ એપીએમસીમાં પણ હાલના સમયમાં ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીમાં સુધારો કરતાં ખેડૂતો માટે અચ્છે દિન આવી શકશે. હવે ખેડૂતો પોતાનો પાક રાજ્યમાં કોઈપણ જગ્યાએ વેચી શકશે. અગાઉ ખેડૂતોને પોતાનો પાક નજીકની APMCમાં જ વેચવો પડતો હતો. જો કે હવે નવા સુધારા પ્રમાણે ખેડૂતો સરકારી તેમજ ખાનગી યાર્ડમાં માલ વેચી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતો ખાનગી માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવે પોતાના પાક વેચી શકશે.

ગુજરાતમાં હાલ 224 એપીએમસી છે. અને તેમાં માલ વેચવા પર એપીએમસી દ્વારા 0.5 ટકાનો સેસ પણ વસૂલવામાં આવે છે. પ્રાઈવેટ યાર્ડમાં માલ વેચવા પર તે સેસ પણ નહીં લાગે. ગત વર્ષે એપીએમસીમાં 35 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. અને સેસ દ્વારા 350 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. આ કાયદામાં સુધારા પહેલાં APMC માર્કેટયાર્ડની બહાર વેચાતા પાક પણ નિયમન કરતી હતી પણ હવે એપીએમસી પ્રાઈવેટ યાર્ડ પર વેચાતા પાક પર નિયમન કરી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.