ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો સરકારે તેમની માંગો ન માની તો તેઓ વિરોધ પ્રદર્શનને વધુ આગળ લઈ જશે.
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા ને લઈ દિલ્હી ની અલગ-અલગ સરહદ પર છેલ્લા 31 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન, દિલ્હીના સિંઘુ બોર્ડર પર શનિવારે ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ, જેમાં સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેતાં આગળની વાતચીત પર સહમતિ સધાઈ ગઈ.
બધા કિસાનો અને કૃષિ વસ્તુઓ માટે રાષ્ટ્રીય કિસાન આયોગ દ્વારા ભલામણ કરેલ લાભદાયક MSPની કાનૂની ગેરન્ટી આપવાની પ્રક્રિયા અને પ્રાવધાન.
ખેડૂત સંગઠનોએ આંદોલન તેજ કરવાની રૂપરેખાની ઘોષણા કરતાં જણાવ્યું કે 30 ડિસેમ્બરે દિલ્હીની તમામ બોર્ડર પર ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. ટ્રેક્ટર માર્ચ ટિકરી બોર્ડરથી હરિયાણા-રાજસ્થાન બોર્ડર શહાજહાંપુર સુધી યોજવામાં આવશે. ત્યારબાદ દેશમાં જિલ્લા અને તાલુકા સ્તર પર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોને એકજૂત કરવાની મુહિમ શરુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.