સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર, સ્ટે મૂકતા ખેડૂતોના મુદ્દાના, સમાધાન માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે મૂકતા ખેડૂતો (Farmers)ના મુદ્દાના સમાધાન માટે કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે.

કૃષિ કાયદાનો વિરોધ કરનાર વકીલ એમ.એલ.શર્મા એ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેને સાક્ષાત ભગવાન ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શર્મા સતત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા.

કમિટીમાં ભૂપિંદર સિંહ માન (અધ્યક્ષ બેકીયુ), ડૉ.પ્રમોદ કુમાર જોશી (આંતરરાષ્ટ્રીય પૉલિસી હેડ), અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાત), અને અનિલ ધનાવત (શિવકેરી સંગઠન, મહારાષ્ટ્ર) હશે.

સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસે સરકાર અને ખેડૂત સંગઠનોને બરાબરના ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું કે તેઓ કાયદાની માન્યતા અને નાગરિકોના જીવનને લઇ ચિંતિત છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કમિટી બધાનું સાંભળશે. જેને પણ આ મુદ્દાનું સમાધાન જોઇએ તે કમિટીની પાસે જઇ શકે છે. આ કોઇ આદેશ રજૂ કરશે નહીં કે તમને સજા આપશે નહીં. આ માત્ર અમને તમારો રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે અમે એક કમિટીની રચના કરીએ છીએ જેથી કરીને અમારી પાસે એક તસવીર સ્પષ્ટ હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.