મમતા બેનર્જી (Mamata banerjee ) 5 મે નાં રોજ પશ્ચિમ બંગાળના ત્રીજા મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા જઈ રહયાં છે. તેમની શાનદાર જીતે વિપક્ષી નેતાઓની કતારમાં તેમને ટોચ પર પહોંચાડી દીધાં હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમની પાસે મોદી સામે મુકાબલો કરી શકે તેવો કોઈ ચહેરો નથી.
પરંતુ સવાલ એ છે કે શું મમતા કોંગ્રેસ સહિત અસમાન પાર્ટીઓને પણ એકસાથે લાવી શકે તેમ છે? વિપક્ષના નેતા તરીકે જ્યાં અનેક બાબતો તેમની તરફેણમાં જાય છે તો અનેક કારણ તેમના વિરોધમાં જાય છે. જાણીએ, એ પાંચ-પાંચ કારણો કે જે તેમની તરફેણમાં અને વિરુદ્ધમાં છે
મમતાની છે આ મજબૂતી :
વિપક્ષી દળો વચ્ચે તેમના કદનો કોઈ અન્ય નેતા નથી જે તમામને સ્વીકાર્ય હોય. પ્રથમ જે નેતા દાવેદાર મનાતા હતા, હવે એ નથી. તેમાં નીતિશ કુમાર સામેલ છે, જે ભાજપા સાથે ગઠબંધનમાં છે, પરંતુ તેઓ વિપક્ષના નેતા તરીકે સ્વીકાર્ય નથી. નવીન પટનાયક, જો કે દેશના સૌથી લાંબા સમય સુધી સેવારત મુખ્યમંત્રીઓમાંના એક છે, જે પશ્ચિમ બંગાળની તુલનામાં ઓડિશા નાનું રાજ્ય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂં નથી. આપ નેતા અરવિંદ કેજરીવાલ ખુદને મોદીનો વિકલ્પ માને છે પણ દેશમાં તેમની ઉપસ્થિતિ સીમિત છે. એનસીપી નેતા શરદ પવાર હવે 80 વર્ષના છે અને તેમના વ્યવહારૂ વિકલ્પ તરીકે જોવામાં આવતા નથી.
સપા નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપા વિરુદ્ધ મમતાની જેમ લડાઈની ક્ષમતા દર્શાવી નથી.કોંગ્રેસની પાસે સમય હતો પણ તે ફરી અનેક તક વખતે ભાજપા વિરુદ્ધ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. તેમાં લડવાની અને જીતવાની કોઈ ઈચ્છાશક્તિ જોવા મળતી નથી. અત્યારના સમયમાં, વિપક્ષી દળોને ગાંધીવાદી નેતૃત્વ પર ખૂબ ઓછો ભરોસો છે.
મમતાએ અનેક વખત દર્શાવ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓને એક સાથે લાવવા ઈચ્છુક છે. આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, કેજરીવાલ, યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા સહિત અનેક નેતાઓએ 2016માં તેમના શપથગ્રહણ સમારંભમાં ભાગ લીધો હતો. તેમણે હાલમાં જ 28 માર્ચે 14 વિપક્ષી દળોનાં નેતાઓને પત્ર લખીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી ભાજપાને હરાવવા માટે એક થવાનો આગ્રહ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.