ખેતી કરવી તો આવી…! 8 વર્ષ પહેલાં શરુ કર્યો પ્રયોગ હવે દર વર્ષે 7 કરોડની કમાણી કરે છે આ યુવા ખેડૂત

Success Story of Progressive Millionaire Farmer Lakshya Dabas: લક્ષ્ય દબાસ લગભગ એક દાયકાથી ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી સાથે સંકળાયેલા છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 7 કરોડ રૂપિયાની આસપાસ છે. લક્ષ્ય દબાસને ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ક્રિએટર પુરસ્કારમાં (National Creators Award) પીએમ મોદી દ્વારા સૌથી પ્રભાવશાળી કૃષિ-નિર્માતા એવોર્ડ (Most Influential Agri-Producer Award ) મળ્યો છે.

નવી દિલ્હીઃ આજે ઓર્ગેનિક ખેતીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ઉત્પાદન મેળવતા ખેડૂતોને ખૂબ ટક્કર આપી રહ્યો છે. ઓર્ગેનિક ખેતી દ્વારા અનેક ખેડૂતો વર્ષે અધધધ કમાણી કરી રહ્યા છે. આવો જ એક યુવા ખેડૂત છે દિલ્હીના જટ ખોરમાં રહેતો લક્ષ્ય ડબાસ. લક્ષ્ય એક દાયકા પહેલા ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગ સાથે જોડાયા હતા. આજે તેમનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 7 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત લક્ષ્ય ડબાસ સોશિયલ પ્લેટફોર્મ ‘યુટ્યુબ’ પર ખૂબ ફેમસ છે. તેઓ જે વિડીયો બનાવે છે, તેને લાખો ખેડૂતો જોઈ રહ્યા છે. લક્ષ્ય ડબાસને 8 માર્ચે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં પીએમ મોદી દ્વારા નવીનતા અને ટેક્નોલોજીના ઉપયોગ સાથે કૃષિ ટેકનોલોજીને સુધારવા માટેના તેમના કાર્ય માટે Most Influential Agri-Producer Award મળ્યો છે. લક્ષ્યના ભાઈએ તેમના વતી એવોર્ડ મેળવ્યો અને દેશમાં જૈવિક ખેતીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમણે 30 હજારથી વધુ ખેડૂતોને ખેતીની પદ્ધતિઓ અને પાકને જંતુઓથી બચાવવા વિશે તાલીમ આપી છે. લક્ષ્યની પોતાની બ્રાન્ડ પણ છે, જેનું નામ ઓર્ગેનિક એકર છે. તો ચાલો જાણીએ પ્રગતિશીલ યુવા ખેડૂત લક્ષ્ય ડબાસ વિશે.

છેલ્લા 10 વર્ષથી સફળ ખેતી કરી રહ્યા છીએ: દિલ્હી સોનીપત બોર્ડર પર સ્થિત જાટ ખોરનો રહેવાસી લક્ષ્ય છેલ્લા 10 વર્ષથી ખેતી કરે છે અને હજારો યુવાનોને તાલીમ આપે છે. કૃષિ જાગરણના વરિષ્ઠ પત્રકાર વિવેક કુમાર રાય સાથે વાત કરતા લક્ષ્યએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં તેમની સફર 2016માં શરૂ થઈ હતી. મારા પિતા તેમની સરકારી નોકરી સાથે વર્ષ 2000થી નેચરલ ફાર્મિંગ કરતા હતા.

News18 Gujarati

0410

2016માં પ્રાકૃતિક ખેતી શરૂ કરી: તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની પાસેથી પ્રેરણા લઈને તેણે 2016માં ખેતી શરૂ કરી. બે વર્ષ પછી તેનો ભાઈ મૃણાલ પણ તેની સાથે જોડાયો અને બંને સાથે કામ કરવા લાગ્યા. ધીમે ધીમે તેણે ખેતીનો વિસ્તાર કર્યો અને આજે તે સફળતાપૂર્વક ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં તેમની પાસે વિશાળ માર્કેટ છે અને આજે તેઓ અનેક પ્રકારના કુદરતી ઉત્પાદનો વેચી રહ્યા છે.

News18 Gujarati

0510

યુવાનોને આપે છે ખેતીની તાલીમ: લક્ષ્યએ જણાવ્યું કે, અમારું કામ બરાબર ચાલતા ઘણા યુવાનો અમારાથી પ્રભાવિત થયા હતા અને તેઓ પણ અમારી જેમ ખેતી કરવા માંગતા હતા. જેના માટે અમે યુવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યું. તે દરમિયાન ઘણા લોકો મને પ્રશ્નો પૂછતા હતા. તે બધા પ્રશ્નોના જવાબ એક જગ્યાએ આપવા માટે મેં એક YouTube ચેનલ શરૂ કરી. જેના પર લોકો પ્રશ્નો પૂછતા રહ્યા અને હું જવાબ આપતો રહ્યો. ધીમે ધીમે લોકોમાં અમારી પહોંચ વધતી ગઈ અને અમારું સોશિયલ મીડિયા મજબૂત બન્યું.

News18 Gujarati

0610

ટ્રેનિંગ લઇને યુવાનો કરી રહ્યા છે નફો: તેમણે જણાવ્યું કે, 2023માં અમે મોટી સફળતા હાંસલ કરી અને સૌથી મોટી Agri YouTube ચેનલ તરીકે ઉભરી આવ્યા. આજે લાખો લોકો અમારી ચેનલ ઓર્ગેનિક એકર સાથે જોડાયેલા છે. અમે હજારો યુવાનોને તાલીમ આપી છે અને આજે એ જ યુવાનો સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને સારો નફો કમાઈ રહ્યા છે.

News18 Gujarati

0710

તેણે જણાવ્યું કે, તેની પાસે લગભગ 13 એકર ખાનગી જમીન છે, જેના પર તે ખેતી કરે છે. પરંતુ અત્યાર સુધી તેમણે હજારો યુવાનોને તાલીમ પણ આપી છે. જો આપણે તે મુજબ જોઈએ તો તેણે લગભગ 1 લાખ એકર જમીનને નેચરલ ફાર્મિંગમાં ફેરવી છે. તેમણે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ યુવાનો અને ખેડૂતોને ખેતીની તાલીમ આપી છે.

News18 Gujarati

0810

વાર્ષિક 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર: તેમણે કહ્યું કે, તે ઘણા પ્રકારના ઔષધીય પાકો, ફળો અને શાકભાજી, ઘઉં અને ડાંગર જેવા પાકની ખેતી કરે છે. તેમની પાસે પોલ્ટ્રી ફાર્મ પણ છે, જેમાં તે મરઘી પાલન કરે છે. આ સિવાય તે ફૂડ પ્રોસેસિંગનું કામ પણ કરે છે. તેમણે જણાવ્યું કે, તેમની સાથે હજારો ખેડૂતો જોડાયેલા છે, જેઓ તેમના દ્વારા તેમના પાકનું માર્કેટિંગ કરે છે. આનાથી માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ તેમને પણ ફાયદો થાય છે. હાલમાં તેઓ ખેતી, ફૂડ પ્રોસેસિંગ, પાકનું માર્કેટિંગ અને અન્ય કામો દ્વારા વાર્ષિક રૂ. 7 કરોડનું ટર્નઓવર જનરેટ કરી રહ્યા છે.

News18 Gujarati

0910

નથી વાપરતા રાસાયણિક ખાતરો: તેમણે કહ્યું કે, તેઓ કુદરતી રીતે ખેતી કરે છે અને પાકમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નથી. તે પોતે પોતાના ખેતરમાં કુદરતી ખાતર તૈયાર કરે છે અને ખેતરોમાં પણ તે જ નાંખે છે. તેમણે કહ્યું કે, અમે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પર વિશેષ ધ્યાન આપીએ છીએ, જે પાક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. જો જમીનની ફળદ્રુપતા સારી હશે તો ઉપજ પણ સારી રહેશે. આ કારણે આપણે કુદરતી ખાતરોનો ઉપયોગ કરીએ છીએ.

News18 Gujarati

1010

‘ખેતી છે નફાની ડીલ’: કૃષિ જાગરણ દ્વારા ખેડૂતોને સંદેશ આપતાં લક્ષ્યએ કહ્યું કે, હું દરેકને સલાહ આપું છું કે જો તમે ખેતી કરતા હોવ તો તમે અમારી સાથે ઓનલાઈન જોડાઈને ખેતીની નવી તકનીકો અને પદ્ધતિઓ શીખી શકો છો. જો તમે ખેતી વિશે વિસ્તારથી જાણવા અને સમજવા માંગતા હો, તો તમે અમારા ફાર્મની મુલાકાત લઈ શકો છો. વર્ષોની અમારી ભૂલોમાંથી અમે જે શીખ્યા છીએ તે તમે થોડા સમયમાં શીખી શકશો. તેણે આગળ કહ્યું કે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ ખેતીની બિઝનેસ તરીકે નથી જોતા. જ્યારે ખેતી એ નફાકારક ડીલ છે. પાકના માર્કેટિંગનો અભાવ પણ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. કારણ કે, કુદરતી રીતે તૈયાર કરવામાં આવતી વસ્તુઓનું યોગ્ય રીતે વેચાણ થતું નથી. આવી સ્થિતિમાં સરકારે આ દિશામાં કેટલાક પગલાં ભરવા જોઈએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.