ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને, કહે છે પ્લાસ્ટિકલ્ચર,જાણો….

ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે.

90 ટકા નિંદામણ કરવું પડતું નથી. 40 ટકા પાણી બચે છે. ઉનાળું કે શિયાળું મરચીમાં 60 ટકા પાણી બચાવે છે. ખાતરની 20 ટકા બચત કરે છે. આમ એકંદરે ખેતીવું લગભગ 40 ટકા ખર્ચ મલ્ચિંગથી બચે છે.

ગુજરાતમાં તળબુચની ખેતી તો મોટા ભાગે પ્લાસ્ટિકના મલ્ચિંગથી થઈ રહી છે. ચોમાસાને બાદ કરતાં ઉલાળું અને શિયાળુ પાક તળબૂચ, મરચી, ટામેટા, કાકડી, વેલા, શાકભાજીમાં ગુજરાતમાં તેનો વપરાશ લાખો હેક્ટરમાં થઈ રહ્યો છે.

પાણીનું બાષ્પીભવન થતું અટકાવને નાણાં બચાવી શકાય છે. મલ્ચિંગથી ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. જ્યાં પ્લાસ્ટિક પાથરેલું હોય તેની નીચે વરાળના ટીપા જામી જાય છે જે ફરી જમીનની અંદર પડે છે.

જમીનની અંદર રહેલા ખડ કે નિંદામણના બીજ અંકૂરીત થતાં નથી. તેથી 40થી 90 ટકા નિંદામણ કરવું પડતું નથી.

સુકા અને અર્ધ સુકા વિસ્તારોમાં મલ્ચિંગ સારો એવો ફાયદો કરે છે. જે વેચાતું પાણી લે છે તેમને મોટું ખર્ચ બચે છે. પ્લાસ્ટિક પર સૂર્ય પ્રકાશ પડવાથી જમીન ઓછી ગરમ થાય છે. પ્લાસ્ટિક અને જમીન વચ્ચે જગ્યા માં હવા રહેતી હોવાથી ગરમી અવાહક બને છે

રોપણી કે વાવણી કરતાં પહેલા પાથરવું જોઈએ. છોડને રોપવા કે બહાર નિકળવા માટે ગોળ કાણાં પાડવા, ચોરસ પાડવાથી પ્લાસ્ટિક ફાટી જાય છે. થોડું ઢીલું રાખીને 2થી 6 ઈંચ જમીનની અંદર દબાવવું કે કોર પર 6 ઈંચ માટી દબાવવી. પાથરવામાં પ્લાસ્ટિક થોડું ઢીલું રહે એ જરૂરી છે, પરંતુ તેમાં હવા ભરાય તેટલું ઢીલું રહે તો પ્લાસ્ટિક ફટી જાય છે માટે આ વાતની ખાસ કાળજી રાખવી.

મગફળી માટે 7 માઈક્રોન, રીંગણ, ટામેટા, ભીંડા, કાકડી, કોબી, શાક, વેલા માટે 15થી 25 માઈક્રોન, પપૈયા, ગલગોટા, ફળ, ફૂલ માટે 50 માઈક્રોન પ્લાસ્ટિક વપરાય છે. કેરી, નાળિયેરી, ચીકુ, જામફળ જેવા વૃક્ષોના પાકો માટે 100 માઈક્રોન પ્લાસ્ટિક વપરાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.