ખરી રાજનીતી,મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કલેકટરે પોતાને જ કર્યો દંડ

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કલેકટર આસ્તિકકુમાર પાંડેએ પ્લાસ્ટિકના કપના ઉપયોગ કરવા બદલ પોતાના કર્મચારીઓ સહિત પોતાને પણ રૂપિયા 5000નો દંડ કર્યો હતો. સોમનારે કલેકટર ઓફિસમાં એક પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન પત્રકારોને ચા આપવા માટે પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક પત્રકારે પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ બાબતે કલેકટરનું ધ્યાન દોર્યું હતું. આ પ્રેસ કોન્ફોરન્સનું આયોજન ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની જાણકારી આપવા માટે રાખવામાં આવી હતી. કલેકટરે માન્યુ હતું કે ઔરંગાબાદમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પર બેન લગાડવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. ચૂંટણી પંચે પણ આ વખતે પ્રચારમાં પ્લાસ્ટિકની સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોઇપણ ઉમેદવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે. આઠ દિવસમાં કલેકટર કચેરીમાં પ્લાસ્ટિકના પ્રતિબંધના ઉલ્લંઘનની આ બીજી ઘટના છે. આ પહેલા ચૂંટણીનું ફોર્મ ભરવા માટે આવેલો એક ઉમેદવાર પોલીથીન લઇને આવ્યો હતો તેને પણ રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.