Budh Gochar 2024: શનિ અને બુધની આ યુતિ પ્રભાવશાળી રહેશે. આ યુતિની અસર 12 રાશિના જાતકો પર થશે. કેટલીક રાશિઓને આ સમય દરમિયાન લાભ થશે તો કેટલીક રાશિઓને સંભાળીને રહેવું પડશે. રાશિ ચક્રની ત્રણ રાશિ એવી છે જેમના માટે શનિ અને બુધની યુતિ શુભ સાબિત થશે.જ્યારે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે વાણી, વેપાર, શેર બજાર, ધન સહિતના ક્ષેત્રો પર અસર થાય છે. બુધ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ આપનાર છે. 20 ફેબ્રુઆરીએ બુધ રાશિ પરિવર્તન કરી શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ સમયે શનિ પોતાની રાશિમાં પહેલાથી જ છે. જેથી કુંભ રાશિમાં શનિ અને બુધની યુતિ સર્જાવાની છે
મકર રાશિ
મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. બુધના ગોચર થી શનિ અને બુધની જે યુતી સર્જાશે તે મકર રાશિના લોકોને લાભ આપશે. આ રાશિના લોકોને ધન અને વાણીની બાબતમાં લાભ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. આવક વધશે. વાણીથી લાભ થશે.
કુંભ રાશિ
બુધના ગોચર થી કુંભ રાશીના લોકોને પણ લાભ થશે. આ રાશિમાં જ શનિ અને બુધની યુતિ બનશે જેના કારણે આ રાશિના લોકોને આત્મવિશ્વાસ વધશે. કામકાજમાં સારું પ્રદર્શન કરી શકશો. માન સન્માન વધશે. પ્રગતિના યોગ છે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.