અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના એક દૂરસ્થ દ્વીપ પર ખતરનાક અને જીવલેણ હોસ્પિટલ સુપરબગ મળ્યો છે. આ મલ્ટીડ્રગ- રેસિસટેંટ ઓર્ગેનિઝમ છે.
વૈજ્ઞાનિક ડો. અર્ટુરો કાસાડેવાલે કહ્યું કે આ સુપરબગનું નામ કૈંડિડા ઑરિસ Candida Auris છે. તે સૌથી પહેલા એક દશક પૂર્વે શોધાયો હતો. આજ સુધી શોધી શકાયું નથી કે તે કેવી રીતે જન્મ્યો છે અને ક્યાંથી આવ્યો છે. માનવામાં આવે છે કે Candida Auris સૌથી પહેલા 2009માં જાપાનના એક દર્દીમાં જોવા મળ્યો હતો.
ખાસ કરીને તેમાં જે દર્દીને મૂત્રનળી, ફીડિંગ ટ્યૂબ્સ, બ્રીધુંગ ટ્યૂબ્સ લાગી હોય તેને અસર કરે છે. તેની સારવાર એટલા માટે મુશ્કેલ છે કે કેકે આ એન્ટી ફંગલ દવાઓથી બચી જાય છે. તેની પર એન્ટીફંગલ દવાની કોઈ અસર થતી નથી. એટલું નહીં તે કોરોના વાયરસના કોઈ પણ પ્રકારના પર્યાવરણીય સતહ પર અનેક દિવસો સુધી રહે છે.
જંગલોમાં તે આકાર લઈ રહ્યો છે. વ્યક્તિના શરીરમાં તેનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કેમકે તેને પૂરતું ગરમ તાપમાન મળે છે. Candida Auris પર થયેલા ખુલાસા બાદ દિલ્લી વિશ્વવિદ્યાલયની મેડિકલ માઈકોલોજિસ્ટ ડો. અનુરાધા ચૌધરી અને તેમની ટીમે અંદમાન આઈલેન્ડના 8 સ્થળોથી માટીના 48 સેમ્પલ અને સમુદ્રી જળના સેમ્પલ લીધા હતા. અભ્યાસમાં બે સ્થળ પર સુપરબગની ઓળખ થઈ. આ લોકોને Candida Aurisના સેમ્પલ મીઠાવાળા લેટલેન્ડ અને સામાન્ય તટથી મળ્યા છે.
2017માં અમેરિકામાં તેના 77 કેસ આવ્યા હતા તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના પણ 69 કેસ હતા. 2019માં આ માઇક્રોબ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈરાન, ઈઝરાયલ, જાપાન, કેન્યા, કુવૈત, મલેશિયા, મેક્સીકો, નેધરલેન્ડ, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, પનામાસ, રૂસ, સઉદી અરબ, સિંગાપુર, સાઉથ કોરિયા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, તાઈવાન, યૂએઈ, યૂકે, અમેરિકા અને વેનેઝુએલામાં પણ લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે.
- આ ફંગસ એ લોકોને શિકાર બનાવે છે જેની હ્યુમન સિસ્ટમ કમજોર હોય
- અંદમાન દ્વીપ પર 8 સ્થળોથી 48 માટીના અને સમુદ્રી જળના સેમ્પલ લેવાયા હતા
- આ દરમિયાન બે સ્થળ પર સુપરબગની ઓળખ થઈ
- સાલ્ટ માર્શ વેટલેન્ડ અને સમુદ્ર કિનારાથી આ સુપરબગ મળ્યો
- કૈંડિડા ઑરિસ અંદમાન આઈલેન્ડ પર ઉત્પન્ન થયો કે બહારથી આવ્યો તે નક્કી નહીં
- કૈંડિડા ઑરિસ પણ કોરોનાની જેમ મનુષ્યના સંપર્કથી ફેલાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.