ખુલ્યું રહસ્ય, મરજી ના હોવા છતાયે સોનિયાએ શરદ પવારને મળવું પડ્યું હતું, ધમકી કારણભૂત

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના ગતિરોધ વચ્ચે પ્રદેશ કંગ્રેસના નેતાઓએ એક જ સ્વરમાં પાર્ટીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને ખુલી ચેતવણી આપી દીધી હતી. આ નેતાઓએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે, સરકાર બનાવવમાં નિષ્ફળતા મળશે તો રાજ્યમાં પાર્ટી હાંસિયા પર ધકેલાઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત સોમવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ, પૃથ્વિરાજ ચવાણ, બાલાસાહેબ થોરાટ, માણિકરાવ ઠાકરે અને રજની પાટિલે ચૂંટણી બાદ ભગવા ગઠબંધનના પતન બાદ પાર્ટીને મળેલી તકને અવસર સ્વરૂપે ઝડપી લેવા પર ભાર આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો નવી રચાનાકારી ટેકાવાળી સરકારનો ભાગ બનવા આતુર છે. સરકાર રચવામાં આવી રહેલી અડચણો વચ્ચે કોંગ્રેસના 44 ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસથી જયપુરની એક હોટલમાં રોકાયા છે. જોકે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ અને સરકાર રાચવાની શક્યતાઓ ધૂંધળી જણાતા આજે કોંગ્રેસના ધારાસભ્યો મુંબઈ પરત ફરી રહ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્યોના સરકારમાં શામેલ થવાના તર્કનો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટેના નેતાઓએ ભારે વિરોધ કર્યો હતો. તેમાં એઆઈસીસીમાં શામેલ અનુભવી નેતા એકે એન્ટની, મુકુલ વાસનિક ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલ પણ શામેલ હતાં. તેમને શિવસેનાની કટ્ટર હિંદુત્વની છબીને ધ્યાનમાં રાખી ગઠબંધન વિરૂદ્ધ પોતાનો પક્ષ રજુ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.