ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ પરથી જવાના છે તેના પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે તેમને એ વાતની ખુશી મળી રહી છે કે કાનુન ન માનનારા ‘આતંકી’ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડી રહ્યાં છે. સોમવારે જ અમેરીકાના ઈલેક્ટોરલ કોલેજે ઔપચારીક રીતે જો બિડેનને રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યાનું કંન્ફર્મ કર્યું હતું. એક ટીવી ચેનલ પર આપેલા ભાષણમાં રૂહાનએ કહ્યું કે, અમે બિડેનના આવવાથી ખુબ ખુશ નથી પરંતુ ટ્રમ્પના જવાથી ખુશ છીએ.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા કેટલાક રિપોર્ટમાં તે વાત સામે આવી હતી કે ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પ ઈરાન પર મિસાઈલ હુમલો કરવા વિશે ચર્ચા કરી રહ્યાં હતા. રૂહાનીએ ટ્રમ્પના પદ છોડવાવે લઈને ખુશી એવા સમયે વ્યક્ત કરી છે જ્યારે રશિયાએ પણ સત્તાવાર રીતે બિડેનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા પર શુભકામના આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દુનિયાના તે સિલેક્ટેડ નેતાઓમાં સામેલ છે જેમણે સૌથી છેલ્લા બિડેનને જીતની શુભકામના આપી.
નોંધનીય છે કે, ટ્રમ્પે આ વર્ષે ઈરાનના મુખ્ય સૈન્ય અધિકારી કાસીમ સુલેમાનીની હત્યાનો પણ આદેશ આપ્યો હતો. જ્યારે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં તે સામે આવ્યું હતું કે, ઈરાને ઘણાં વધારે ન્યૂક્લિયર હથિયાર જમા કરી રાખ્યા છે.
ટ્રમ્પના વિચારથી ઉલ્ટું બિડેનના સહયોગીઓને લાગે છે કે ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલમાંથી ટ્રમ્પના બહાર આવવાથી ક્ષેત્રમાં ખતરો વધી ગયો છે. જોકે ઈરાન અમેરીકાના સંબંધોને લઈને બિડેન પણ એલર્ટ રહેશે જેથી ઈરાનને લઈને તેના કૂણા વલણીની ઈમેજ ઊભી થાય નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.