ખુશખબર: જિયોના આ ગ્રાહકોને નહી કરાવવુ પડે IUC રિચાર્જ, મફતમાં વાત કરવી હોય તો આ એક વાત જાણો

દિવાળી નજીક આવવા જઈ રહી છે ત્યારે જિઓ કંપની દ્વારા ગ્રાહકોને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જિઓ માર્કેટમાં આવ્યા બાદ એ પહેલી વખત આઉટગોઈંગ કોલ માટે પણ આવતીકાલથી ચાર્જ લેવા જઈ રહી છે. આખો દેશને ફ્રી કોલની સેવાનો લાભ મળવા લાગ્યો હતો. પરંતુ હવે આ ફ્રી કોલ આવતીકાલથી બંધ થવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જિઓએ આવતી કાલથી આઉટગોઈંગ કોલ માટે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. જિઓના ગ્રાહકો જો જિઓ સિવાયના અન્ય નંબર ઉપર ફોન કરશે તો તેમને પ્રતિ મિનિટ 6 પૈસા હવેથી ચાર્જ ચૂકવવો પડશે.
અત્યાર સુધી જિઓ ઉપભોક્તાઓ કોઈપણ કંપનીના વપરાશકર્તા સાથે મફતમાં વાત કરી શકતાં હતાં. પરંતુ હવેથી એક મિનિટ માટે 6 પૈસા ચૂકવવાના રહશે. જિઓ નંબરથી બીજા કોઈ જિઓ ના ઉપભોક્તા સાથે વાત કરવામાં કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે.

તમને જણાવી દઈએ કે એક ટેલિકોમ કંપનીના ફોન ઉપર બીજા ટેલિકોમ કંપનીનો ફોન આવે ત્યારે તમને IUC ચાર્જ ચૂકવવાનો રહે છે. જે અત્યાર સુધી જિઓ કંપની આપણા માથે નહોતી નાખતી. પરંતુ હવે એ ચાર્જ ગ્રાહક દ્વારા ભરવાનો રહશે.આ સાથે જિઓ દ્વારા બીજી કંપનીના ફોન નંબર સાથે વાત કરવા માટે કેટલાક પ્લાન પણ બહાર પાડ્યા છે. રૂપિયા 10 ના રિચાર્જ પર તમને 124 મિનિટ તથા 1 જીબી ડેટા ફ્રીમાં મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.