કિઆ ઈન્ડિયાએ ઈન્ડિયન માર્કેટમાં કિઆ કેરેન્સ SUVની પ્રથમ ઝલક બતાવી દીધી છે. તે સેલ્ટોસ, કાર્નિવલ અને સોનેટ બાદ કંપનીનું ચોથું મોડલ છે. કંપનીનો દાવો છે કે તેની આ SUV માર્કેટમાં રિક્રિએશનલ વ્હીકલનો નવો સેગમેન્ટ બનાવશે. કંપનીએ આ કારને ઘણા ફીચર્સથી લોડેડ બનાવી છે, સાથે ઈન્ડિયન માર્કેટમાં તેની પહેલી 3-રૉવાળી 7-સીટર કાર હશે. તેને ‘બોલ્ડ ફોર નેચર’, ‘જોય ફોર રીઝન’,‘પાવર ટૂ પ્રોગ્રેસ’, ‘ટેક્નોલોજી ફોર લાઈફ’ અને ‘ટેન્શન ફોર સેરેનિટી’ જેવી થીમ પર ડિઝાઈન કરવામાં આવી છે.
કિઆ કેરેન્સ ટૂ-ટોન ઈન્ટિરિઅર કલરની સાથે આવશે. અત્યારે કંપનીએ તેને ત્રણ કલર ઓપ્શન ઈમ્પીરિયલ બ્લૂ, મોસ બ્રાઉન અને સ્પાર્કલિંગ અને સિલ્વરની સાથે માર્કેટમાં રજૂ કરશે. પરંતુ ભવિષ્યમાં કંપની તેને ઘણા અન્ય કલર ઓપ્શનની સાથે રજૂ કરવાની છે.
‘કિઆ કેરેન્સ’ નામ કેમ રાખવામાં આવ્યું જાણો..
કંપનીએ આ SUVનું નામ કિઆ કેરેન્સ રાખવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કે, તે ‘કાર’ અને ‘રેનેસાન્સ’ જેવા બે શબ્દોથી બનેલું છે અને કંપનીને વિશ્વાસ છે કે ફીચર્સથી સજ્જ આ કાર ઈન્ડિયન માર્કેટમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
કિઆ કેરેન્સ લોન્ચ:તે થ્રી રૉવાળી 7-સીટર SUV હશે, 6 એરબેગ્સથી સજ્જ હશે; હ્યુન્ડાઈ અલ્કાઝાર અને XUV700 સાથે ટક્કર થશે
એક દિવસ પહેલા
કિઆ ઈન્ડિયાએ ઈન્ડિયન માર્કેટમાં કિઆ કેરેન્સ SUVની પ્રથમ ઝલક બતાવી દીધી છે. તે સેલ્ટોસ, કાર્નિવલ અને સોનેટ બાદ કંપનીનું ચોથું મોડલ છે. કંપનીનો દાવો છે કે તેની આ SUV માર્કેટમાં રિક્રિએશનલ વ્હીકલનો નવો સેગમેન્ટ બનાવશે. કંપનીએ આ કારને ઘણા ફીચર્સથી લોડેડ બનાવી છે, સાથે ઈન્ડિયન માર્કેટમાં તેની પહેલી 3-રૉવાળી 7-સીટર કાર હશે. તેને ‘બોલ્ડ ફોર નેચર’, ‘જોય ફોર રીઝન’,‘પાવર ટૂ પ્રોગ્રેસ’, ‘ટેક્નોલોજી ફોર લાઈફ’ અને ‘ટેન્શન ફોર સેરેનિટી’ જેવી થીમ પર ડિઝાઈન કરવામાં આવી છે.
કિઆ કેરેન્સ ટૂ-ટોન ઈન્ટિરિઅર કલરની સાથે આવશે. અત્યારે કંપનીએ તેને ત્રણ કલર ઓપ્શન ઈમ્પીરિયલ બ્લૂ, મોસ બ્રાઉન અને સ્પાર્કલિંગ અને સિલ્વરની સાથે માર્કેટમાં રજૂ કરશે. પરંતુ ભવિષ્યમાં કંપની તેને ઘણા અન્ય કલર ઓપ્શનની સાથે રજૂ કરવાની છે.
કેમ ‘કિઆ કેરેન્સ’ નામ રાખવામાં આવ્યું
કંપનીએ આ SUVનું નામ કિઆ કેરેન્સ રાખવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કે, તે ‘કાર’ અને ‘રેનેસાન્સ’ જેવા બે શબ્દોથી બનેલું છે અને કંપનીને વિશ્વાસ છે કે ફીચર્સથી સજ્જ આ કાર ઈન્ડિયન માર્કેટમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
કિઆ કેરેન્સમાં સેફ્ટી માટે કારમાં 6 એરબેગ છે જે તેને દેશની સૌથી સુરક્ષિત કાર બનાવે છે. તે ઉપરાંત તેમાં ફીચર્સ તરીકે 10.25 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, નેક્સ્ટ જનરેશન કનેક્ટેડ ફીચર્સ, 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ, બાસના 8 સ્પીકર,વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, મલ્ટી ડ્રાઈવ મોડ, સ્કાઈલાઈટ સનરૂફ પણ મળશે.
કિઆ કેરેન્સની અંદાજીત કિંમત
કિઆ ઈન્ડિયાએ અત્યારે કિઆ કેરેન્સનું વર્લ્ડ પ્રીમિયર કર્યું છે, પરંતુ આવતા વર્ષની શરૂઆતમાં તેનું ઓફિશિયલ લોન્ચિંગ થવાની આશા છે અને ઓફિશિયલ પ્રાઈસ ત્યારે જ રિલીઝ કરવામાં આવશે. જો કે, માર્કેટમાં તેની ટક્કર મહિન્દ્રા XUV700 અને મારુતિ અર્ટિંગા જેવી ગાડીઓ સાથે થશે. તેમજ તેની અંદાજીત કિંમત 15થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.