બોલિવુડ એક્ટ્રેસ કિઆરા અડવાણીએ બ્લેક કલરની Audi A8 L લક્ઝરી સેડાન ખરીદી છે. Audi ઇન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક્ટ્રેસની નવી ખરીદેલી કાર સાથે પોઝ આપતા એક તસવીર પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે. Audi ઈન્ડિયાના પ્રમુખ બલબીર સિંહ ઢિલ્લો એક અન્ય તસવીરમાં ફૂલોના ગુલદસ્તા સાથે Audi પરિવારમાં કિયારા અડવાણીનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે અને આ અવસર પર Audi ઈન્ડિયાએ ટ્વીટ કરતા કહ્યું કે પ્રગતિ અને રચનાત્મકતા સાથે સાથે ચાલે છે.
અભિનેત્રીનું સ્વાગત કરતા અમને ખુશી થઈ રહી છે. કિયારા અડવાણી પાસે મોંઘી કારો છે જેમાં BMW X5, મર્સિડીઝ બેંજ ઇ-ક્લાસ અને BMW 530d સામેલ છે. Audiએ A8 L લક્ઝરી સેડાનને ભારતીય બજારમાં વર્ષ 2020મા 1.56 કરોડ (એક્સ શોરૂમ)ની શરૂઆતી કિંમત પર રજૂ કરી હતી. Audi A8 Lમા 3.0 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 340hpનો પાવર અને 500 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 5.7 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.
નવી Audi A8 Lમાં એક નવી ડિઝાઇન લેગ્વેજ સાથે એક્સટિરિયર અને બોડીમાં નવી વસ્તુઓને સામેલ કરવામાં આવી છે. Audi A8 Lમા ઓડી જેવુ સ્પેસ ફેમ અપાવામાં આવ્યું છે. તેમાં વર્ચુઅલ કોકપિટ સિસ્ટમ, મસાજ ફંક્શન સાથે હાઈટેક સીટ, મેટ્રિક્સ LED હેડલેપ્સ, ટ્વીન ટચસક્રીન ડિસ્પ્લે બેગ એન્ડ 3D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, એડવાન્સ વોઇસ કમાન્ડ ફંક્શન, નવું મલ્ટી ફંક્શન સ્ટિયરિંગ વિલ, ઓપ્શનલ હેડ-અપ ડિસ્પ્લે, એમ્બિયન્ટ લાઇટિંગ, પેનોરામિક સનરૂફ, 10.1 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇનોવેટિવ ટચસ્ક્રીન ઓપરેટિંગ કોન્સેપ્ટ, મલ્ટી ઝોન ક્લાઇમેટ સિવાય ઘણા લક્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.