અફધાન મૂળના ભારતીય નાગરિકનું કાબુલમાં અપહરણ.. સહયોગીએ બચાવ્યો જીવ.

અફધાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓને આતંક ચાલુ છે. દેશ પર તાલિબાન કબજા બાદથી સામાન્ય લોકો પર અત્યાચાર નો આલમ છે. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહ્યાં છે કે અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાની આતંકીઓ બંદૂક ની અણીએ એક અફધાન મૂળનાં ભારતીય નાગરિકનું અપહરણ કરી લીધું..

મળતી માહિતી મુજબ કારોબારીનું નામ બંસરીલાલ છે અને તેમનો પરિવાર હરિયાણાના ફરીદાબાદમાં રહે છે. બંસરીલાલ કાબુલમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. તેઓ મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના સ્ટાફ સાથે દુકાન જવા નીકળી રહ્યા હતા ત્યારે જ તેમની કારને પાછળથી ટક્કર માર્યા બાદ આતંકીઓએ તેમનું અને સ્ટાફનું બંદૂકની અણીએ અપહરણ કરી લીધુ. 50 વર્ષના બંસરીલાલ શીખ સમુદાયના છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભારતીય વિદેશ મંત્રાલયને આ મામલે જાણકારી આપી દેવાઈ છે. સરકારને આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.