યૂક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંન્સકીએ દેશના નાગરિકોને હથિયાર ઉઠાવવા અને તેમની જમીનની રક્ષા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે તે ભાગવાને બદલે કિવમાં જ રહેવાનું પસંદ કરશે અને સામાન્ય નાગરિકોથી લઈને સાંસદોએ હવે યુક્રેનના બચાવ માટે શસ્ત્રો ઉપાડ્યા છે.
શનિવારે યૂક્રેનની સાંસદ કિરા રુડીકે ટ્વિટર પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે બંદૂક પકડીને જોવા મળી રહી છે. 36 વર્ષીય મહિલા સાંસદ હાલમાં વોઈસ પાર્ટીના સભ્ય છે અને 2019થી સાંસદ છે. રુડીકે શુક્રવારે કહ્યું કે તે યુક્રેનની રાજધાની કિવમાં હતી.અને તેઓએ કહ્યું કે અમને કલાશ્નિકોવ રાઈફલ્સ આપવામાં આવી છે અને જો રશિયન સેના કિવ આવશે તો અમે તેમની સાથે લડીશું.
મને ખબર નથી કે હવે આગલી ક્ષણે શું થશે પણ અહીં મારી પાછળ ગોળીબાર થઈ રહ્યો છે. કિરાએ કહ્યું કે અહીં રહેવું મારી ફરજ છે. હું અને મારા સાથીઓ હથિયારો સાથે ઉભા છીએ.
કિરાએ લખ્યું, ‘મહિલાઓ પણ આપણી પૃથ્વીની એ જ રીતે રક્ષા કરશે જેવી રીતે પુરુષો કરી રહ્યા છે. Go #Ukraine!’ હજારોની સંખ્યામાં યુક્રેનના નાગરિકો પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયા ભાગી ગયા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ છે. રશિયન સૈનિકો હવે કિવ પર હુમલો કરી રહ્યા છે અને મિસાઈલ ફાયરિંગ કરી રહ્યા છે. યુક્રેને લડાઈ માટે સક્ષમ પુરુષોને દેશમાં રહેવા કહ્યું છે.અને યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 60 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.