ફિશિંગ બોટનો કેપ્ટનએ માત્ર વિદેશી રેડિઓ ચેનલ સાંભળી હતી, ત્યાં તાનશાહી કિમ જોંગે એને ગોળી મરાવી દીધી

એક ફિશિંગ બોટના કેપ્ટનને માત્ર એટલા માટે મોતની સજા આપવામાં આવી હતી કે, તેણે એક વિદેશી રેડિયો ચેનલ સાંભળી હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે કેપ્ટન છેલ્લા 15 વર્ષથી આ ચેનલ સાંભળતો હતો.

જે ઉત્તર કોરિયામાંપ્રતિબંધિત છે.દરિયામાં માછલી પકડવા જતી વખતે તે પોતાના રેડિયો પર આ ચેનલ ટ્યુન કરતો હતો.

ઉત્તર કોરિયાના ભેજાગેપ,ધૂની અ્ને તરંગી તાનાશાહ કિમ જોંગ અવાર નવાર નાના-નાના કારણોસર મોતની સજા સંભળાવતો હોવાનો કિસ્સા પહેલા પણ બહાર આવી ચુક્યા છે.

ચોઈ નામના કેપ્ટનને 100 કામદારોની સામે જ ગોળી મારવામાં આવી હતી.

ચોઈ નાનો સૂનો વ્યક્તિ નહોતો.તેની પાસે 50 જેટલા જહાજો છે

જોકે આ વાતની જાણ થયા બાદ કેપ્ટનને જાહેરમાં જ ગોળીઓ મારી દેવામાં આવી હતી.એવુ મનાય છે કે, આ કેપ્ટન પહેલા સેનામાં રેડિયો ઓપરેટર તરીકે કામ કરતો હતો.ચોઈ નામના કેપ્ટનને 100 કામદારોની સામે જ ગોળી મારવામાં આવી હતી.

ચોઈ નાનો સૂનો વ્યક્તિ નહોતો.તેની પાસે 50 જેટલા જહાજો છે.જોકે તેની રેડિયો સાંભળવાની આદત અઁગે તેના જ કોઈ સ્ટાફે સરકારને જાણકારી આપી દેતા તેના નામે મોત લખાઈ ગયુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.