સુરતની TIK-TOK સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ સામે ડુમ્મસ પોલીસે એરહોસ્ટેસ પર હુમલો કરવા અને ધમકી આપવા બાબતે ગુનો દાખલ કર્યો છે. મહત્વની વાત છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ કરવાને લઈને અવાર નવાર વિવાદમાં આવે છે.અને ત્યારે હવે ડુમસ પોલીસે પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહત્વની વાત છે ત્યારે કીર્તિ પટેલ ગોવાથી સુરત ફ્લાઇટમાં આવી રહી હતી ત્યારે કીર્તિ પટેલે માસ્ક પહેર્યુ નહતું અને માસ્ક ન પહેરવા બાબતે મહિલા ક્રૂ મેમ્બર્સ સાથે કીર્તિ પટેલને ઝઘડો કર્યો હતો. ત્યારે કીર્તિ પટેલ એરહોસ્ટેસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એરહોસ્ટેસને સામાન્ય ઇજા થઇ હતી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, કીર્તિએ જે એરહોસ્ટેસ પર હુમલો કર્યો હતો તેને જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું આપી દીધું. અને હાલ તો ડુમ્મસ પોલીસે એર હોસ્ટેસ પર થયેલા હુમલા અને તેને આપવામાં આવેલી ધમકી બાબતે કીર્તિ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
ડુંમસ પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અને એર હોસ્ટેસની ફરિયાદ દાખલ કરી છે આ તપાસ PSI સી.કે રાઠોડ કરી રહ્યા છે અને ચોક્કસ તપાસમાં જે માહિતી સામે આવશે તે બાબતે અમે કાર્યવાહી કરીશું.
બીજી તરફ સુરત બાદ અમદાવાદમાં પણ કીર્તિ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ગત રોજ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાય છે કે, તેને અમદાવાદની એક યુવતી પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ભોગ બનનાર યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને તેમના બે સાથીદારો સામે ગુનો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.