નાના અને સીમાંત ખેડૂતોને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવાના આશયથી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (વૃદ્ધ પેન્શન યોજના) શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે. યોજનામાં 18 થી 40 વર્ષની વચ્ચેની વયના ખેડૂતોને જોડાઈ શકે છે. જેઓને 60 વર્ષ પૂર્ણ થયા બાદ રૂા.3000નું પેન્શન આપવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમ સંચાલિત પેન્શન નિધિમાં ખેડૂતોએ રૂ.55 થી 200 રૂપિયા માસિક જમા કરાવવાના રહેશે. યોગદાન નિવૃત્તિની તારીખ સુધી એટલે કે, 60 વર્ષ સુધી જમા કરાવવાનું રહેશે. જેની સામે કેન્દ્ર સરકાર એટલી જ રકમ પેન્શન નિધિમાં જમા કરાવશે. પતિ-પત્ની આ યોજનામાં અલગ-અલગ જોડાઈ શકે છે.
આ યોજનામાં જોડાવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો આધારકાર્ડ અને બેન્ક ખાતાની માહિતી સાથે નજીકના કોમન સર્વીસ સેન્ટરની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. વધુ વિગતો માટે સુરત જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરના ડિસ્ટ્રીક મેનેજર તુષાર બેલડીયા મો.80009 39354, ગૌરવ પટેલ મો.84608 49721નો સંપર્ક સાધી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.