સોશિયલ મીડિયા પર વિતાવેલો વધુ સમય, કિશોરો પર સાઇબર બુલિંગના ગુનાનો, લગાવાયો છે અંદાજ

જર્નલ ઑફ ચાઈલ્ડ એન્ડ એડોલસેન્ટ કાઉન્સેલિંગમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, વધુ સોશિયલ મીડિયાની લત, સોશિયલ મીડિયા પર વિતાવેલો વધુ સમય અને તેમની પુરુષ તરીકેની તેમની ઓળખથી કિશોરો પર સાઇબર બુલિંગના ગુનાનો અંદાજ લગાવાયો છે.

જોકે, આ તથ્યનો કોઈ પ્રતિકાર નથી.’ આ કિશોરો સંજ્ઞાત્મક વિકાસમાં છે. આ દરમિયાન આપણે તેમને એવી ટેક્નોલોજીમાં ધકેલી રહ્યા છીએ, જેમાં આખી દુનિયા દર્શક છે અને બાદમાં આપણે તેમની પાસેથી સારી આશા રાખીએ છીએ.

સાઇબર બુલિંગ ઘણા પ્રકારનું હોય છે. તેમાં પર્સનલ એટેક, ઉત્પીડન અથવા ભેદભાવ, માનહાનિપૂર્ણ જાણકારી ફેલાવવી,  સામાજિક બહિષ્કાર અને સાઇબર સ્ટોકિંગનો સમાવેશ થાય છે.

આ અભ્યાસ માટે સંશોધકોએ 13થી 19 વર્ષની વયના 428 કિશોરોનું સર્વેક્ષણ કર્યું. જેમાંથી 50% એટલે કે 214 કિશોરીઓ હતી, 49.1% એટલે કે 210 કિશોરો અને 0.9% એટલે કે 4 અન્ય કિશોર વયના લોકો હતા. સંશોધકોનું કહેવું છે કે, જ્યારે કિશોરો ઓનલાઇન હોય છે અને પોતાના મિત્રો સાથે વાત કરતા હોય છે, ત્યારે તેઓ સામાજિક માનદંડોથી અલગ વ્યવહાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસ દરમિયાન તેમાં ભાગ લેનારા લોકોએ દિવસના લગભગ 7 કલાક ઓનલાઇન વિતાવ્યા હતા. જેમાં પ્રતિદિવસ લગભગ તેમણે સરેરાશ 12 કલાક ઓનલાઇન વિતાવ્યા હતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.