ટીવી સિરીઝ ‘સેક્સ એન્ડ ધ સિટી’નો એક્ટર ક્રિસ નોથ મુશ્કેલીમાં છે. સિંગર લિસા જેન્ટાઈલે તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. લીઝાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની સાથેની આ ઘટનાનો ખુલાસો કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે ક્રિસ નોથે તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી પણ આપી હતી.
એક રિપોર્ટ મુજબ લિસાએ જણાવ્યું કે ક્રિસ નોથે તેને બળજબરીથી કિસ કરી હતી. આ સાથે તેના સ્તનોને પણ સ્પર્શ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે ક્રિસને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં. લિસાએ એવો પણ દાવો કર્યો હતો કે આ ઘટના બાદ ક્રિસે તેને ફોન કરીને ધમકી આપી હતી. લિસાના કહેવા પ્રમાણે, ક્રિસે તેને કહ્યું હતું કે, ‘જો મેં ગઈકાલે રાત વિશે કોઈને કહ્યું તો તે મારી કારકિર્દી બરબાદ કરી દેશે અને હું ફરી ક્યારેય ગાવા માટે સમર્થ નહીં રહી શકું અને તેણે મને ઈન્ડસ્ટ્રીમાં બ્લેકલિસ્ટ કરવાની ધમકી પણ આપી હતી.
લિસાએ ક્રિસ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે પણ જણાવ્યું. ક્રિસ સાથે તેની પ્રથમ મુલાકાત વર્ષ 1998માં ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટમાં થઈ હતી. ક્રિસે રેસ્ટોરન્ટનો નિયમિત ગ્રાહક હતો. લિસા અને ક્રિસ મ્યુઝિક-બિઝનેસ વિશે ઘણી વાતો કરતા. જેના કારણે બંને સારા મિત્રો બની ગયા. એકવાર વર્ષ 2002 માં, ક્રિસે લિસાને તેના ઘરે મૂકવા કહ્યું, જેના માટે તે સંમત થઈ. ઘરે પહોંચીને ક્રિસે લિસાને ઉપર આવવા કહ્યું.
લિસા કહે છે કે જેવી તે ઘરની અંદર પહોંચી, ક્રિસ નોથે મને કિસ કરવાનું શરૂ કરી દીધું. તેણે મને તેની તરફ ખેંચી, જેનાથી હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઇ. હું મારી જાતને તેનાથી દૂર કરી રહી હતી, પરંતુ તે મને વારંવાર ખેંચી રહ્યો હતો અને મેં કોઈક રીતે મારી જાતને તેમના ચુંગાલમાંથી છોડાવી અને કહ્યું, મારે આ કરવું નથી.
લિસાએ કહ્યું કે ક્રિસ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. બીજા દિવસે, ક્રિસે તેને ફોન કર્યો અને ધમકી આપી કે ગઈ રાતની ઘટના વિશે કોઈને કહેશે તો ઠીક નહીં થાય. લિસાએ કહ્યું કે તે ક્રિસ નોથ સામે અવાજ ઉઠાવવામાં એટલી ડરતી હતી કે તે તેની કારકિર્દી બગાડી શકે. ઉલ્લેખનીય છે કે લિસા પહેલા હોલીવુડ ઈન્ડસ્ટ્રીની ચાર મહિલાઓએ ક્રિસ નોથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.