નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં રવિવારનાં શરૂ થયેલા હિંસક પ્રદર્શન આજે પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. હવે આની આગ આસપાસનાં વિસ્તારોમાં પણ પહોંચી ગઈ છે. આજે સીલમપુરમાં ગોળીઓ ચલાવવામાં આવી. ભજનપુરમાં આગ લગાવવાનાં સમાચાર છે. અનેક બાઈક્સ સળગાવી મારવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે કાયદા-વ્યવસ્થા સુધારવા માટે ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે.
હિંસા દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આમાં વ્યક્તિએ પોલીસવાળાની સામે ગોળીઓ ચલાવી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તે શખ્સ પોલીસવાળા સામે બંદૂક લઇને આગળ વધે છે. સમાચાર પ્રમાણે તેણે 8 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ગોળી ચલાવનારો વ્યક્તિ સીએએનાં વિરોધમાં ધરણા પર બેઠો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જાફરાબાદમાં હિંસાનાં સમાચારો પર દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘દિલ્હીનાં એકભાગથી શાંતિ અને સદભાવને નુકસાન પહોંચાડવાની ચિંતાજનક ખબર આવી રહી છે. હું માનનીય લેફ્ટનન્ટ ગર્વનર અને માનનીય ગૃહમંત્રીને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરું છું. ઉત્પાત મચાવવાની કોઈને પણ પરવાનગી નહીં આપવામાં આવે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.