કેજરીવાલના પથ પર વિજય રૂપાણી, બજેટમાં શિક્ષણ મુદ્દે કરી આ મોટી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના કારણે આજે એટલે કે ૨૬ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારે બજેટ રજુ કર્યું, તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ હતી, કેજરીવાલે ચૂંટણીમાં કામ ના નામ પર વોટ માંગ્યા હતા.

કેજરીવાલ સરકાર માટે મહોલ્લા ક્લિનિક અને દિલ્હીમાં સરકારી શાળાઓના કરાયેલા કામો મુખ્ય હતા, દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી તેમજ મનીષ સિસોદિયા અને કેબિનેટ મિનિસ્ટર અતીશીએ ભેગા મળીને એજ્યુકેશન મોડલ તૈયાર કર્યું હતું જે દેશભરમાં પ્રખ્યાત થયું તથા ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનીયા ટ્રમ્પે પણ દિલ્હીની સરકારી શાળાની મુલાકાત યોજી હતી.

ત્યારે ગુજરાતના બજેટમાં પણ કેજરીવાલ સરકારના રસ્તે રૂપાણી સરકાર ચાલી હોય તેવું જોવા મળ્યું. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને સરકારી શાળાઓ ખૂલવાને બદલે અનેક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ તથા સરકારી શાળાઓની પરિસ્થિતિ કથળતી ગઈ છે.

ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઇ ગયું છે, ઠેર ઠેર પ્રાઈવેટ શાળાઓ, કોલેજો અને યુનિવર્સીટીઓના રાફડા ફાટી નિકળ્યા છે, રાજ્યની ભાજપ સરકાર લોકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાવવાની જવાબદારીથી મુક્ત થઈને અનેક ખાનગી યુનિવર્સીટીઓને મંજુરી આપતી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.