દિલ્હીનાં પરિણામો ભાજપ માટે આંચકાજનક હતા. અનેક પ્રયાસો છતાં કુલ ૮ સીટ જીતીને સંતોષ માનવો પડયો હતો. પીએમ મોદીની જંગી રેલીઓ, કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહનાં ૧૧ રોડ શો અને ૩૯ સભાઓ છતાં મતોનું ધ્રુવીકરણ કરવામાં ભાજપને નિષ્ફળતા મળી હતી. દિલ્હીવાસીઓએ શાહનાં શાહીનબાગમાં કરંટ લગાવો અને પરવેશ વર્મા તેમજ અનુરાગ ઠાકુરનાં દેશ કે ગદ્દારો કોં.. ગોલી મારો …. જેવા નિવેદનોને જાકારો આપ્યો હતો.
ભાજપએ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કોરાણે મુક્યા હતા અને કલમ ૩૭૦, ટ્રિપલ તલાક, સીએએ, એનઆરસી, રાષ્ટ્રવાદ, હિન્દુવાદ, પુલવામા હુમલો, રામ મંદિર, શાહીનબાગ જેવા મુદ્દા ચગાવ્યા હતા જે તેને ભારે પડી ગયા હતા.શાહીનબાગમાં સીએએ વિરોધી દેખાવકારોને દેશદ્રોહી ચિતરવા ભાજપનાં તમામ નેતાઓએ એડીચોટીનાં પ્રયાસ કર્યા અને તેમની સામે કટ્ટર હિન્દુવાદ ઊભો કરવા પ્રયાસ કર્યો પણ દિલ્હીનાં હિન્દુ મતદારો પર આની કોઈ અસર થઈ ન હતી અને મતોનું ધ્રુવીકરણ થયું ન હતું.
ભાજપને નકારાત્મક ચૂંટણી પ્રચાર અને નફરત મોંઘી પડી હતી. પાર્ટી પાસે સકારાત્મક મુદ્દાનો અભાવ હતો. સ્ટાર પ્રચારકોએ કારણ વિના ભડકાઉ ભાષણો કર્યા હતા.
તમામ એક્ઝિટ પોલમાં એમ કહેવામાં આવ્યું હતું કે આમઆદમી પાર્ટી ભારે બહુમતીથી ફરી સત્તા મેળવશે અને એ સાચા સાબિત થયા છે. જોકે આજ તક એક્સિસ પોલ આપને ૫૯થી૬૮ તથા ભાજપને ૨થી૧૧ સીટ આપીને સૌથી નજીક રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.