નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. આ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે. ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં AAP પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે, ‘કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. સમારોહમાં સામેલ થવા માટે કોઈ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અથવા નેતાને આમંત્રણ આપવામાં નહીં આવે. આ આમંત્રણ માત્ર દિલ્હીવાળાઓને આપવામાં જ આવશે’
11 ફેબ્રુઆરીએ આવેલા ચૂંટણી પરિણામોમાં AAPએ 70માંથી 62 બેઠકો પર જીતીને પૂર્ણ બહુમતી હાંસિલ કરી હતી. 8 બેઠકો પર ભાજપને જીત મળી હતી. કોંગ્રેસ સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલી શકી ન હતી. ગોપાલ રાય AAPના દિલ્હી એકમના પ્રભારી છે. તે કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. મનીષ સિસોદીયા પછી તેમણે પાર્ટીમાં ત્રીજા નંબરના નેતા માનવામાં આવે છે.
છેલ્લે વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. આ સતત બીજી ચૂંટણી છે, જેમાં પાર્ટી ખાતું ખોલી શકી નથી. 2015માં પણ કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. આ વખત પાર્ટીએ 66 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી 3 ઉમેદવાર તેમના જામીન બચાવી શક્યા હતા. સાથે જ ભાજપે ગત વખત કરતા પાંચ બેઠક વધારે મેળવી હતી. ભાજપે જે 16 મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે, ત્યાં માત્ર 4 પર જ જીતી શક્યું છે. પરંતુ જે ત્રણ બેઠકો પર અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ પ્રચાર કર્યો હતો, ત્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.