KKRvsCSK: કલકત્તાએ ચેન્નઈને 10 રનથી કર્યું પરાજીત, ધોનીની ટીમની આ ચોથી હાર

UAEમાં રમાય રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL)ની 13મી સિઝનની 21મી મેચ અબુ ધાબીમાં કલકત્તા નાઈટરાઈડર્સ અને ચેન્નઈ સુપરકિંગ્ઝ વચ્ચે રમાય. જેમાં કલકત્તાએ પહેલાં બેટિંગ કરતા ચેન્નઈ સામે 168 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈની ટીમમાં વોટસનની અર્ધી સદી છતાં 20 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 157 રન બનાવી શકી અને ચેન્નઈએ 10 રનોથી હારનો સામનો કરવા પડ્યો.

પહેલા બેટિંગ માટે આવેલી કલકત્તાની ટીમને ચેન્નઈ સુપરકિંગ્ઝના બોલરોએ ઉમદા પ્રદર્શન કરી 167 રન પર ઓલઆઉટ કરી દીધાં. ત્રિપાઠીએ 51 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા પરંતુ તેમને સામે છેડેથી યોગ્ય સાથ મળ્યો નહી. એ સિવાય નાઈટ રાઈડર્સનો કોઈ બેટ્સમેન 20 રનના આંકડા પર પણ પહોંચી શક્યો નહી. ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવોએ 37 રન આપી 3 વિકેટ ઝડપી, કર્ણ શર્માએ 25, સેમ કુરેને 26 અને શાર્દૂલ ઠાકુરે 28 રન આપીને 2-2 વિકેટ ઝડપી. નાઈટ રાઈડર્સની  ટીમ છેલ્લી 10 ઓવરમાં 74 રન જ બનાવી શકી.

168 રનના લક્ષ્યને વિંધવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત સારી રહી. ફાફ ડુપ્લેસિસ અને વોટસન પહેલી ઓવરથી સારુ રમી રહ્યાં  હતા પરંતુ ચોથી ઓવરમાં શિવમ માવીએ ડુપ્લેસિસને શિકાર બનાવ્યો. ડુપ્લેસિસે 10 બોલમાં 17 રન બનાવ્યા હતા.

રાયડુ અને વોટસને પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 10 ઓવરમાં 1 વિકેટના નુંકસાન પર 90 રન બનાવી લીધાં. 13મી ઓવરમાં ચેન્નઈને મોટો ઝટકો લાગ્યો. અંબતિ રાયડુએ આ મેચમાં મોટો સ્કોર બનાવવાથી ચુકી ગયા અને 30 રનના સ્કોર પર આઉટ થઈ ગયા. તેમને નાગરકોટીએ પોતાનો શિકાર બનાવ્યો. ચેન્નઈએ 13મી ઓવરના ત્રીજા બોલ પર 2 વિકેટના નુંકસાન પર 10 રન બનાવ્યા જે બાદની ઓવરમાં સુનિલ નરેને વોટસનને આઉટ કર્યો. તેણે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.